GSTV
Gujarat Government Advertisement

આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં રમવા ઉતરશે કિંગ્સ ઈલેવન પંજાબ

Last Updated on May 5, 2019 by Mansi Patel

ઈન્ડિયન પ્રિમિયર લીગના છેલ્લાં લીગ સ્ટેજનાં દિવસે રવિવારે આઈએસ બિંન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થવાનો છે. ચેન્નાઈ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ છે. ત્યારબાદ દિલ્હી કેપિટલ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહેંચ્યા હતા. હવે ફક્ત એક સ્થાન માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. ચેન્નાઈએ તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 80 રને હરાવીને 18 અંકો સાથે સ્કોર ટેબલ પર પહેલા સ્થાને પહોંચી હતી. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અને 11 મેચોમાં તેમણે 358 રન ફટાકાર્યા છે. બોલિંગમાં ટીમ પાસે ઈમરાન તાહિર, હરભજનસિંહ અને રવીન્દ્ર જાડેજા શાનદાર પર્ફોમ કરી રહ્યા છે. તો બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબને 7 વિકેટે હરાવ્યા બાદ પંજાબની ટોપ 4માં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. હાર બાદ પંજાબ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. રાહુલ 13 મેચોમાં અત્યાર સુધીમાં 522 રન કરી ચૂક્યો છે. જેમાં એક શતક અને પાંચ અર્ધશતક થયા છે. પંજાબની ટીમના અત્યાર સુધીમાં 13 મેચોમાં 10 અંક છે. અને તે 7માં નંબર પર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!