GSTV
Home » News » સતત ચોથી જીતની તલાશ સાથે રાજસ્થાનને ટક્કર આપવા ઉતરશે મુંબઇ

સતત ચોથી જીતની તલાશ સાથે રાજસ્થાનને ટક્કર આપવા ઉતરશે મુંબઇ

આજની રાજસ્થાન રોયલ્સ સામેની ટી-૨૦માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત ચોથી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈએ જબરજસ્ત કમબેક કરતાં હવે પ્લે ઓફની રેસમાં સ્થાન મેળવી લીધું છે અને રાજસ્થાન સામેની મેચ અગાઉ તેમના કેપ્ટન રોહિત શર્માએ ફિટનેસ મેળવતા ટીમનો જુસ્સો પણ વધ્યો છે. રોહિતની ગેરહાજરીમાં મુંબઈએ પોલાર્ડની ઝંઝાવાતી બેટીંગને સહારે પંજાબને હરાવ્યું હતુ. હવે રોહિત આવતીકાલની મેચમાં ફરી કમાન સંભાળી લેશે તે નક્કી છે.

વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૪.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. રહાણેની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાનની ટીમને ચેન્નાઈ સામેની મેચમાં જીતવાની તક હતી.જોકે સ્ટોક્સની આખરી ઓવર તેમને ભારે પડી હતી અને હવે તેઓ પર પ્લે ઓફની રેસમાં ટકી રહેવાનું દબાણ સર્જાયું છે. 

સ્ટીવ સ્મિથ, સ્ટોક્સ અને બટલર જેવા સુપરસ્ટાર્સની સાથે સાથે સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, મનન વ્હોરા જેવા ખેલાડીઓએ રાજસ્થાનની આગેકૂચની આશા જિવંત રાખવા લડાયક દેખાવ કરવો પડશે. એર્ચેર, ઉનડકટ, કુલકર્ણી, એસ. ગોપાલ જેવા રાજસ્થાનના બોલરોએ અસરકારક દેખાવ કરવો પડશે.

મુંબઈ ઈન્ડિયન્સ પોલાર્ડના ફોર્મની સાથે રોહિતના પુનરાગમનથી ઉત્સાહિત છે. આ ઉપરાંત પંડયા બ્રધર્સ, ડી કૉક, ફાસ્ટ બોલર અલઝારી જોસેફ, જસપ્રીત બુમરાહ વિગેરે જેવા સુપરસ્ટાર્સ પણ ટીમને પ્લેઓફ તરફ આગળ ધપાવવાનો પ્રયાસ કરશે.

Read Also

Related posts

શું તમે જાણો છો કે તમને ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયાનો ફ્રી ઈંશ્યોરન્સ

Mansi Patel

શહેરામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા રોષ, હિન્દુ સંગઠોનેએ આપ્યો ત્રણ દિવસનો સમય

Nilesh Jethva

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!