GSTV
Home » News » કુલદીપે પકડેલો કોહલીનો જોરદાર કેચ જોશો તો ‘લોહા’ ફિલ્મનો ધર્મેન્દ્રનો આ ડાયલોગ યાદ આવી જશે

કુલદીપે પકડેલો કોહલીનો જોરદાર કેચ જોશો તો ‘લોહા’ ફિલ્મનો ધર્મેન્દ્રનો આ ડાયલોગ યાદ આવી જશે

સમગ્ર દેશમાં એક તરફ ચૂંટણીનો માહૌલ છે, જ્યારે બીજી તરફ IPL મેચનો ક્રેઝ જોવા મળે છે. ગઇ કાલે આઇપીએલની 17 મીમેચ રમાતી હતી. 17મી મેચનાં 18માં ઓવરમાં કુલદીપ યાદવે 3 ઓવરમાં 22 રન આપ્યાં હતા. પોતાની ચોથી ઓવરમાં કુલદીપ સામે વિરાટ કોહલી ઉભા હતાં. કોહલીએ 48 બોલમાં 84 રન નોંધાવ્યાં હતાં. RCBને પુરી ટુર્નામેન્ટમાં માત્ર હાર જ મળી હતી. તેને જીતવાની સખત જરૂરીયાત હતી. તેવામાં કોહલીની આ ઇનિંગ્સ આરસીબી માટે ટોનિકનું કામ કરતી હતી.

કુલદીપ યાદવે ઓવરનો પ્રથમ બોલ કોહલીનાં જોનમાં ફેંક્યો હતો. ટોસ કરેલાં બોલમાં ફુલ લેંથ હતી. કોહલીએ પુરી તાકાત કામે લગાવીને બોલને ઉલાળી ફેંક્યો. બોલ જે દિશામાં જઇ રહિ હતી. તેનાં કરતા અલગ જ દિશામાં કુલદીપ યાદવની દોડ પડી. સામે છેડે કુલદીપ યાદવે હાથ લંબાવ્યો અને બોલ કેચ કરી લીધો. બેંગ્લોરની સોથી મોટી વિકેટ ખડી ગઇ હતી. વિરાટ કોહલી વધુ એક વખત આઇપીએલ સદી ફટકારતા રહિ ગયાં. કુલદીપ યાદવે એક શાનદાર કેચ ઝડપી લીધો હતો.

કુલદીપ યાદવે પકડેલો આ કેચ એટલો શાનદાર હતો કે લોકોને લોહા ફિલ્મની યાદ આવી. વર્ષ 1987માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને મિથુન બન્ને હતાં. ફિલ્મનાં નામ પરથી જ ખબર પડે છે કે એક્શન ફિલ્મ હતી. ફિલ્મ જ્યારે તેનાં અંતમાં પહોંચે છે. ત્યારે એક ગુફામાંથી નિકળીને રામી રેડ્ડી બહાર આવે છે. તેમની સામે એક પત્થર પર ધર્મેન્દ્ર બેઠા હોય છે. પહેલા તો બન્ને ડાયલોગબાજી કરે છે, પછી રામી રેડ્ડી ધર્મેન્દ્ર પર ગોલી ચલાવે છે. ધર્મેન્દ્ર તેને પોતાની હથેળી વડે રોકે છે અને પછી કહે છે કે, તુમ્હારી યે ગોલી લોહે કે ઇસ શરીરકે પાર નહિં જા શક્તી. ખરેખર રોહલીએ જેટલી ઝડપથી શોટ ફટકાર્યો હતો. તે એક પ્રકારે બંદુકની ગોળી જ હતી. જે કુલદીપ યાદવનાં શરીરની પાર જઇ શકિ નહિં.

READ ALSO 

Related posts

મર્દાની-2 અને દ બોડી વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જુઓ બંને ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન

Dharika Jansari

ટીમ ઇન્ડિયામાંથી વર્ષો પહેલાં બહાર ફેંકાઇ ગયેલો આ ક્રિકેટર બન્યો IPL 2020નો સૌથી મોંઘો ખેલાડી

Bansari

‘સેક્સી ડ્રેસ પહેરીને આવજે’ એક મુલાકાત માટે આ એક્ટ્રેસ સામે મુકાઇ આવી ગંદી શરત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!