GSTV
Home » News » કુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ

કુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે શુક્રવારે રાતે પોતાના નામે એક એવો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે જેને કદાચ જ દુનિયાનો કોઇ બોલર તોડવા માંગે. ઇન્ડિયન ટી-20 લીગના રોમાંચક મુકાબલામાં બેંગલોર સામે કલકત્તાનો આ મિસ્ટ્રી સ્પિનર એટલો ધોવાયો કે તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બની ગયો છે.

હકીકતમાં કલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી આઇપીએલની 35મી મેચમાં યજમાન ટીમે ટૉસ જીતીને બેંગલોરને બેટિંગ કરવા નિમંત્રણ આપ્યુ. આ મેચમાં કલકત્તા તરફથી રમી રહેલા યુવા સ્પિનર કુલદીપ યાદવે પોતાની ચાર ઓવરના કોટામાં કુલ 59 રન ખર્ચી નાંખ્યા. આ સાથે જ યાદવ આઇપીએલમાં ભારત તરફથી સૌથી મોંઘો સ્પિનર સાબિત થયો.

કુલદીપ યાદવે 59 રન આપીને કર્ણ શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો. જેણે વર્ષ 2016માં 57 રન આપ્યાં હતાં. જો કે ઇમરાન તાહિરે પણ વર્ષ 2016માં દિલ્હી તરફથી રમતા મુંબઇ ઇન્ડિયન્સ સામે કુલ 59 રન આપ્યા જે કોઇ સ્પિનરની આઇપીએલની કોઇ એક મેચમાં સૌથી વધુ રન છે. રવિન્દ્ર જાડેજા પણ વર્ષ 2017માં 59 રન લૂંટાવ્યા હતાં.

કુલદીપ યાદવે 50 રન તો ચોગ્ગા-છગ્ગામાં જ આપ્યાં. કુલદીપને વિરાટ કોહલીએ પણ ધોઇ નાંખ્યો. 16મી ઓવરમાં મોઇન અલીએ 4,6,4,6,વાઇડ 6ના રૂપમાં 27 રન આપ્યાં. જો કે છેલ્લા બોલમાં મોઇન અલીની વિકેટ મળી હતી.

પોતાના ખરાબ પ્રદર્શનના કારણે કુલદીપ નિરાશ જોવા મળ્યો.  મોઇનની વિકેટ લીધાં બાદ કુલદીપ નિરાશ થઇને ઘુંટણીયે પડી ગયો અને તેને બે ખેલાડીઓએ મનાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પાણી પીતી વખતે તે ઘણો પરેશાન જોવા મળ્યો. હકીકતમાં મોઇન અલીની તોફાની બેટિંગે તેના આત્મવિશ્વાસને હચમચાવી નાંખ્યો હતો. તેની આંખો પણ ભરાઇ આવી હતી.

કુલદીપ માટે આ સીઝન ખૂબ જ ખરાબ રહી છે. તેણે 9 મેચમાં ફક્ત 4 વિકેટ જ ઝડપી છે. હાલ તેનો ઇકોનોમી રેટ 8.66નો છે. જો કે વર્લ્ડ કપ માટે તેનું સિલેક્શન થઇ ચુક્યુ છે.

Read Also

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!