GSTV
Home » News » IPL 2019: કોલકાતા નાઈટ રાઈડર્સનું સીઝનવાર પ્રદર્શન, જાણો- જીત-હારનો ઑવરઑલ રેકોર્ડ

IPL 2019: કોલકાતા નાઈટ રાઈડર્સનું સીઝનવાર પ્રદર્શન, જાણો- જીત-હારનો ઑવરઑલ રેકોર્ડ

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝનનો 23 માર્ચથી રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

આઈપીએલની સૌથી વધારે ફૉલો કરાતી ટીમોમાંથી એક નાઈટ રાઈડર્સના ઈતિહાસને બે અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવી શકે છે. પ્રથમ એક ચિંતાનજક શરૂઆત અને પછી આશાજનક દૌર.

આઈપીએલની પ્રથમ ત્રણ એડિશનમાં કેકઆર ટૉપ-ફોરમાં પહોંચી નથી અને ત્યાં સુધી કે 2009માં છેલ્લા સ્થાન પર રહી હતી. પછી 2010 બાદ તેમાં ફેરફાર જોવા મળ્યો. ગૌતમ ગંભીરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો અને તેઓ સાત સીઝન સુધી ટીમ સાથે જોડાયેલા રહ્યાં, દરમ્યાન કોલકાતાએ બે વખત ખિતાબ જીત્યો અને પાંચ વખત પ્લે-ઑફમાં પહોંચ્યાં.

ગંભીર ગયા બાદ ટીમની આ નિરંતરતા 2018 સુધી રહીં, જ્યાં કોલકત્તા ફરી એક વખત પ્લે-ઑફમાં પહોંચી અન અંતમાં ત્રીજા નંબરે રહીં.

કોલકાતા નાઈટ રાઈડર્સનું સીઝનવાર પ્રદર્શન

  • 2008: નૉકઆઉટ સ્ટેજ સુધી ન પહોંચી (6 જીત્યા, 7 હાર્યા, લીગ સ્ટેજમાં છઠ્ઠા નંબરે રહીં)
  • 2009: નૉકઆઉટ સ્ટેજ સુધી ન પહોંચી (3 જીત્યા, 10 હાર્યા, લીગ સ્ટેજમાં અંતિમ નંબરે રહીં)
  • 2010: નૉકઆઉટ સ્ટેજ સુધી ન પહોંચી (7 જીત્યા, 7 હાર્યા, લીગ સ્ટેજમાં છઠ્ઠા નંબરે રહીં)
  • 2011: ચોથા સ્થાને રહીં (8 જીત્યા, 7 હાર્યા, લીગ સ્ટેજમાં ચોથા નંબરે રહીં)
  • 2012: વિજેતા (12 જીત્યા, 5 હાર્યા, લીગ સ્ટેજમાં બીજા નંબરે રહીં)
  • 2013: પ્લે-ઑફમાં પહોંચી નથી (6 જીત્યા, 10 હાર્યા, લીગ સ્ટેજમાં સાતમા નંબરે રહીં)
  • 2014: વિજેતા (11 જીત્યા, 5 હાર્યા, લીગ સ્ટેજમાં બીજા નંબરે રહીં)
  • 2015: પ્લે-ઑફમાં પહોંચી નથી (7 જીત્યા, 6 હાર્યા, લીગ સ્ટેજમાં પાંચમા નંબરે રહીં)
  • 2016: ચોથા સ્થાને રહીં (8 જીત્યા, 7 હાર્યા, લીગ સ્ટેજમાં ચોથા નંબરે રહીં)
  • 2017: ત્રીજા સ્થાને રહીં (9 જીત્યા, 7 હાર્યા, લીગ સ્ટેજમાં ચોથા નંબરે રહીં)
  • 2018: ત્રીજા સ્થાને રહીં (9 જીત્યા, 7 હાર્યા, લીગ સ્ટેજમાં ત્રીજા નંબરે રહીં)

IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું જીત-હારનું ઑવરઑલ રેકોર્ડ

કોલકાતા નાઈટ રાઈડર્સેં અત્યાર સુધી આઈપીએલમાં કુલ 168 મુકાલબા રમ્યાં છે, જેમાંથી 86 મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત મળી છે અને 78 મુકાબલામાં હાર, જ્યારે 4 મુકાબલા પરીણામ વગરના રહ્યાં છે. આ ટીમની જીતનો દર 51.2 ટકા છે.

READ ALSO

Related posts

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

NIsha Patel

છેલ્લી તક! LICની આ પોલીસીમાં 9 રૂપિયા ખર્ચીને મેળવો લાખો રૂપિયા, થશે બમણો ફાયદો

Bansari

ખુશખબરી! રીટાયરમેન્ટ સમયે PFના પૈસા બે ગણા મળશે, અપનાવો આ સરળ રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!