GSTV

IPL 2019: કોલકાત્તાએ જીત્યો ટૉસ, હૈદ્રાબાદની તોફાની શરૂઆત

Last Updated on March 24, 2019 by

ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલા સુપર સન્ડેના પ્રથમ મુકાબલામાં કોલકાત્તાના કેપ્ટન દિનેશ કાર્તિકે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને સનરાઈઝર્સ હૈદ્રાબાદે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. ગયા વર્ષે દિનેશ કાર્તિકની આગેવાનીવાળી KKR ટીમ પ્લેઑફમાં પહોંચી અને ટુર્નામેન્ટમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ. તો સનરાઈઝર્સ હૈદ્રાબાદને ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પરાજય મળ્યો હતો, જેનાથી આ ટીમ ગત સિઝનની રનર્સ-અપ રહી હતી. હાલ સમાચાર લખાયા ત્યાં સુધી સનરાઈઝર્સ હૈદ્રાબાદે 3 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યાં.

હૈદ્રાબાદને પ્રથમ ઝાટકો લાગ્યો છે. જૉની બેયરસ્ટો 35 બોલમાં 39 રન બનાવ્યાં. પીયૂષ ચાવલાને તેને આઉટ કર્યો. બેયરસ્ટોએ ત્રણ ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રન ફટકાર્યાં. હવે તેમના સ્થાને વિજય શંકર આવ્યા છે. તો ડેવિડ વૉર્નરે 53 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રન ફટકાર્યા છે.

બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન પણ કોલકાતાના ઈડન ગાર્ડન પર હાજર

ડેવિડ વૉર્નરે (64) અને જૉની બેયરસ્ટોએ (33) સારી શરૂઆત કરી છે. 11 ઓવરમાં બંનેએ મળીને હૈદ્રાબાદને 100 રનની ઉપર પહોંચાડ્યું.

ડેવિડ વૉર્નરે ફટકારી અર્ધસદી

સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી ડેવિડ વૉર્નરની શાનદાર શરૂઆત સાથે વાપસી થઇ છે. આઈપીએલ-12ની પહેલી મેચમાં તેમણે અર્ધસદી બનાવી છે. વૉર્નરે 31 બોલમાં 53 રન બનાવ્યાં.

આ પ્રકારે છે બંને ટીમો

કોલકાતા: ક્રિસ લીન, સુનીલ નારાયણ, રૉબિન ઉથપ્પા, શુભમન ગિલ, નિતીશ રાણા, દિનેશ કાર્તિક (W/C), આંદ્રે રસેલ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, લૉકી ફર્ગ્યૂસન, પ્રિસ કૃષ્ણા.

હૈદ્રાબાદ: ડેવિડ વૉર્નર, જૉની બેયરસ્ટો (W), મનીષ પાંડે, દીપક હુડ્ડા, શાકિબ અલ હસન, વિજય શંકર, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર (C), સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ.

READ ALSO

Related posts

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!