GSTV
Gujarat Government Advertisement

Video: આ જબરદસ્ત કેચે પલટી નાંખી મેચ, ‘ઉડતા પોલાર્ડ’નો કેચ જોઇ તમે પણ કહેશો ‘વાહ’!

ઇન્ડિયન ટી-20 લીગમાં બુધવારે મુંબઇએ ગત વિજેતા ચેન્નઇને 37 રને મ્હાત આપી. ટૉસ હારીને પહેલાં બેટિંગ કરતાં મુંબઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યાં. જવાબમાં ચેન્નઇએ નિર્ધારિત 20 ઓવરમાં 133/8 રન જ બનાવી શકી. આ મેચમાં જે એક વસ્તુએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતું અને તે હતું પોલાર્ડનો કેચ.

જો કહેવામાં આવે કે પોલાર્ડના આ કેચે મેચનું પરિણામ બદલી નાંખ્યુ તે કહેવું અયોગ્ય નથી. કારણ કે પોલાર્ડ પોતાના આ કમાલથી સેટ થવાનો પ્રયાસ કરી રહેલા ખતરનાક બેટ્સમેન સુરેશ રૈનાને ડગઆઉટનો રસ્તો દેખાડ્યો.

મુંબઇના ખેલાડી બેહરનડોર્ક બોલીંગ કરી રહ્યો હતો. પાંચમી ઓવરનો અંતિમ બોલ ઑફ સ્ટંપથી બહાર હતો. તેના પર રૈનાએ પાછળથી કટ માર્યો. બોલ હવામાં હતો અને એવું લાગી રહ્યું હતું કે સરળતાથી બોલ બાઉન્ડ્રીને પાર કરી લેશે. પરંતુ કદાચ રૈના ભૂલી ગયો હતો કે પોઇન્ટ બાઉનડ્રી પર કીરોન પોલાર્ડ ફીલ્ડીંગ કરી રહ્યો હતો.

પોલાર્ડે હવામાં છલાંગ લગાવીને પોતાના જમણા હાથથી એક શાનદાર કેચ કર્યો. તે બોલ હાથમાં લઇને જમીન પર પડ્યો પરંતુ ખાસ વાત એ હતી કે તેણે બોલ પકડી રાખ્યો હતો. કેચ કર્યા બાદ પોલાર્ડની ખુશી જોવા જેવી હતી. તેણે ખાસ સ્ટાઇલમાં સેલિબ્રેટ કર્યુ. સ્ટેન્ડમાં રહેલા મુંબઇ ઇન્ડિન્સના ફેન્સ પણ ઝૂમી ઉઠ્યા.

રૈના 15 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક સિકસર ફટકારી. પોલાર્ડના આ કેચને ઇન્ડિયન ટી-20 લીગની આ સીઝનનો અત્યારસુધીનો બેસ્ટ કેચ માનવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!