GSTV
Home » News » હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી, ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ IPL 2019માંથી પણ…

હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી, ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ IPL 2019માંથી પણ…

પાછલાં કેટલાંક મહિના હાર્દિક પંડ્યા માટે જાણે કે દુસ્વપ્ન સમાન રહ્યાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં (સપ્ટેમ્બર 2019) પાકિસ્તાન સામે ઇજાગ્રસ્ત થઇને તેણે સ્ટેડિયમમાંથી સ્ટ્રેચર પર બહાર આવવું પડ્યું હતુ. સ્વસ્થ થયા બાદ તે હજુ મેદાન પર પરત ફર્યો જ હતો ત્યાં તો કૉફી વિથ કરણમાં વિવાદિત નિવેદન આપવાના કારણે હાર્દિકની મુશ્કેલીઓ વધી હતી.

ભારતની યજમાનીમાં ઓસ્ટ્રેલિયા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ટી-20 અને વન ડે સીરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પીઠમાં માંસપેશિયોના ખેંચાણના કારણે સીરીઝમાંથી બહાર થવું પડ્યું છે. તેના સ્થાને 5 મેચોની વન ડે સીરીઝમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ થવું પડ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે આ જાણકારી આપી છે.

ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે પંડ્યા મહત્વપૂર્ણ ખેલાડી છે. તેવામાં મેનેજમેન્ટ હાલ તેને કોઇપણ સ્થિતીમાં ગુમાવવા નથી માંગતુ. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની સાથે સાથે આ ખબર મુંબઇ ઇન્ડિયન્સ માટે પણ એક ઝાટકા સમાન છે. કારણ કે વર્લ્ડ કપ પહેસાં આઇપીએલ રમાશે. 23 માર્ચથી શરૂ થઇ રહેલી આ ટૂર્નામેન્ટમાં પંડ્યાની ગેરહાજરી ટીમ ઇન્ડિયાને ભારે પડી શકે છે.

સૂત્રોનું માનીએ તો હાર્દિક પંડ્યા આઇપીએમ રમી શકશે કે નહી તેનો નિર્ણય ત્રણ અઠવાડિયા બાદ તેના મેડિકલ રિપોર્ટના આધારે લેવાશે. પાછલા 6 મહિનામાં પંડ્યા ફરીથી પંડ્યા ઇજાગ્રસ્ત થયો છે અને તેવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ આઇપીએલમાં પંડ્યાને રમવાની મંજૂરી આપીને રિસ્ક લેવા તૈયાર નહી થાય.

બીસીસીઆઇએ જણાવ્યું કે, બોર્ડની મેડીકલ ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. તેને લૉઅલર બેકની સમસ્યાના ઉપચાર માટે બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવાની સલાહ આપવામાં આવી છે. તે ત્યાં આગામી અઠવાડિયે જશે.

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ માટે હાર્દિકના સ્થાને કોઇ અન્ય ખેલાડીને સામેલ કરવામાં નથી આવ્યો અને ટીમમાં 14 ખેલાડી હશે. સાથે જ વન ડે સીરીઝ માટે રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.

જણાવી દઇ કે ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝની પહેલી મેચ 24 ફેબ્રુઆરીના રોજ વિશાખપટ્ટનમમાં રમાશે. બીજી મેચ 27 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં રમાશે. બંને મેચ સાંજે 7 વાગ્યે રમાશે. તે બાદ બંને ટીમો 5 મેચની વન ડે સીરીઝ રમશે. જે 2 માર્ચે શરૂ થશે.

Read Also

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!