GSTV
Cricket IPL 2019 Sports Trending

Video: હાર્દિક પંડ્યાની ગગનચુંબી સિક્સર જોઇને હચમચી ગયો સુરેશ રૈના, જોવા જેવું છે રિએક્શન


મુંબઇ ઇન્ડિયન્સનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ શરૂ થતા પહેલાં ખતરનાક મૂડમાં નજરે આવી રહ્યો છે. બોલર કોઇપણ હોય પરંતુ પંડ્યા તેની ક્લાસ લઇ લે છે. આઇપીએલની આ સીઝનમાં તેણે શાનદાર બેટિંગ કરી છે. શુક્રવારે ચેન્નઇ સુપરકિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન પણ તેણે 18 બોલમાં 28 રન બનાવ્યા. જેમાં એક ચોગ્ગાની સાથે એક સિક્સર પણ સામેલ છે. પરંતુ પંડ્યાએ જે સિક્સર ફટકારી તે જોવા લાયક હતી. પંડ્યાની આ ગગનચુંબી સિક્સર જોઇને સુરેશ રૈના પણ દંગ રહી ગયો હતો.

હકીકતમાં મુંબઇની અંતિમ ઓવર ડ્વેન બ્રાવો કરી રહ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર પંડ્યાએ જે શૉટ ફટકાર્યો તે જોઇને બ્રાવો પણ અચંબિત થઇ ગયો. પંડ્યાએ આ સીઝનમાં અત્યાર સુધી 11 મેચમાં 264 રન બનાવ્યાં છે. સાથે જ 19 ચોગ્ગા સાથે 18 સિક્સર પણ ફટકારી છે.

આ ઓલરાઉન્ડર મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હેલીકોપ્ટર શૉટ ફટકારવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયો છે. ધોની બાદ પંડ્યા જ એવો ખેલાડી છે જે હેલીકેપ્ટર શૉટ રમીને સિક્સર ફટકારી શકે છે.

જણાવી દઇએ કે મુંબઇએ 156 રનનો ટાર્ગેટ મુક્યો હતો, જવાબમાં ચેન્ઇ સુપર કિંગ્સની ટીમ 109 રન પર જ ઢગલો થઇ ગઇ. મુંબઇ માટે લસિથ મલિંગાએ 3, કૃણાલ પંડ્યા-જસ્પ્રીત બુમરાહે 2-2 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યા-અનુકુલ રાયે 1-1 વિકેટ ઝડપી. મુંબઇની આ 11 મેચમાં સાતમી જીત રહી અને તે પોઇન્ટસ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ હજુ પણ 12 મેચમાં 16 અંકો સાથે પ્રથમ સ્થાને છે.

Read Also

Related posts

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel

હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો

Damini Patel
GSTV