GSTV
Home » News » Video: ‘ગેમ ચેન્જર’ હાર્દિક પંડ્યાએ ફટકાર્યો જબરદસ્ત હેલિકોપ્ટર શૉટ, જોતો જ રહી ગયો ધોની!

Video: ‘ગેમ ચેન્જર’ હાર્દિક પંડ્યાએ ફટકાર્યો જબરદસ્ત હેલિકોપ્ટર શૉટ, જોતો જ રહી ગયો ધોની!

Hardik Pandya

મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ ટુર્નામેન્ટની 15મી મેચમાં જીત હાંસેલ કરીને ચેન્નઇ સુપર કિંગ્સનો વિજયી રથ રોકી દીધો છે. મુંબઇ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલની સાથે સાથે જબરદસ્ત બેટિંગ કરીને પણ ચેન્નઇ સુપરકિંગ્સના નાકમાં દમ કરી દીધો હતો.

પંડ્યાએ આ શૉટ ત્યારે ફટકાર્યો જ્યારે ડ્વેન બ્રાવો 19મી ઓવર કરી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ડ્વેને ટોર્કર નાંખી. ટોર્કર બોલને લૉ ફુલટોસ કરતાં પંડ્યાએ હેલીકોપ્ટર શૉટ ફટકારીને બોલ સીધો બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધો.

આ મેચમાં પંડ્યાએ સૌકોઇનું ધ્યાન ત્યારે આકર્ષિત કર્યુ જ્યારે તેણે મહેનદ્ર સિંહ ધોનીની જેમ હેલિકોપ્ટર શૉટ ફટકાર્યો અને બોલ સીધો બાઉન્ડ્રીને પાર ગયો. પંડ્યાનો આ શૉટ જોઇને આખુ સ્ટેડિયમ જાણે કે ઝૂમી ઉઠ્યુ. સાથે જ વિકેટની પાછળ ઉભેલો ધોની તો આ શૉટ જોતો જ રહી ગયો.

જણાવી દઇએ કે વાનખેડેમાં રમાયેલી આ મેચમાં મુંબઇએ ચેન્નઇને 37 રને હરાવ્યું. મુંબઇની આ 4 મેચમાં બીજી જીત છે. સાથે જ ચેન્નઇ સતત ત્રણ જીત બાદ પહેલી હારનો સામનો કરી રહ્યું છે. મુંબઇની જીતનો હીરો પંડ્યા રહ્યો જેણે 8 બોલમાં અણનમ 25 રનની ધમાકેદાર ઇનિંગ રમી. જેની મદદથી ટીમ 170 રન બનાવી શકી. પંડ્યાએ બેટિંગ બાદ ઉમદા બોલીંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી. જેના કારણે તેને મેન ઑફ ધ મેચનો ખિતાબ મળ્યો.

Read Also

Related posts

1982 બેચના IAS અધિકારી રાજીવ ગાબા બન્યા કેબિનેટનાં સચિવ

Path Shah

અમદાવાદની નારોલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં, 30 ફાયરના જવાનોએ કરી કામગીરી

Kaushik Bavishi

ગુજરાતના કેટલાંક જાણીતા વકીલો જોડાયા ભાજપમાં, જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી કરાવ્યો પ્રવેશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!