GSTV
Home » News » લોહીથી લથપથ હતો ઘૂંટણ, છતાં CSK માટે યોદ્ધાની જેમ લડતો રહ્યો વોટ્સન

લોહીથી લથપથ હતો ઘૂંટણ, છતાં CSK માટે યોદ્ધાની જેમ લડતો રહ્યો વોટ્સન

shane watson

IPL સીઝન 12 સમાપ્ત થઈ ચુકી છે અને મુંબઈએ ચેન્નાઈને ફક્ત એક રનથી હરાવ્યું છે. પરંતુ હવે આ રોમાંચક મુકાબલાની એવી કહાણી સામે આવી છે જેના કારણે દરેક ક્રિકેટ પ્રેમી આ ખેલ પર ગર્વ કરશે. ઓસ્ટ્રેલિયાના બોલર શેન વોટ્સને ફાઈનલમાં 80 રનોની ધમાકેદાર ઈનિંગ રમી પરંતુ પોતાની ટીમને જીત ન આપાવી શક્યા.    

ચેન્નાઈમાં વોટ્સનની સાથેના ક્રિકેટર હરભજન સિંહે ખુલાસો કર્યો છે કે વોટ્સનના પગમાં ઈજા પહોંચી હતી અને સતત લોહી નિકળી રહ્યું હતું છતાં પણ તે બેટિંગ કરી રહ્યા હતા. ટીમના સ્પિનર હરભજન સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, શેન વોટ્સનના ઘૂંટણમાં ખૂબ ઈજા પહોંચી હતી અને લોહી નિકળી રહ્યું હતું.  

પરંતુ વોટ્સને આ વાત ટીમને ન જણાવી અને બેટિંગ કરતા રહ્યા. ચેન્નાઈની ટીમને આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે વોટ્સન આઉટ થઈને પવેલિયન પાછા ફરી ગયા. તેમણે જણાવ્યું કે મેચ બાદ વોટ્સનના પગમાં 6 ટાંકા લગાવવામાં આવ્યા છે.

વોટ્સન ચેન્નાઈની તરફથી ઓપનિંગ કરવા આવ્યા હતા અને છેલ્લી ઓવરમાં આઉટ થઈને ગયા. તે સમયે તેમણે 59 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી.

ચેન્નાઈની તરફથી તે જ એક માત્ર એવા બેટ્સમેન રહ્યા જણે ટીમને જીત અપાવવા માટે છેલ્લે સુધી સંધર્ષ કર્યો. પરંતુ 20મી ઓવરના ચોથા બોલ પર તે ક્રૃણાલ પંડ્યાનો શિકાર બની ગયા.

Read Also

Related posts

બ્રાયન લારાની પાર્ટીમાં ટીમ ઈન્ડિયાની મસ્તી, ઈંડિઝ ખેલાડીઓ પણ ન રહ્યાં પાછળ

Kaushik Bavishi

Ashes 2019: જોફ્રા આર્ચરની બાઉન્સર સ્ટીવ સ્મિથનાં કાન પર લાગી અને પછી થયું એવું કે

Path Shah

આ સુરતીલાલાને મળશે અર્જુન ઓવોર્ડ, પરિવારમાં ખુશીનો માહોલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!