GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

અંતિમ બોલ માટે રોહિત-મલિંગાએ બનાવ્યો હતો આ ‘માસ્ટર પ્લાન’, આ ચાલ સામે ચેન્નઇ થઇ ગઇ ચિત્ત

Lasith Malinga

આઇપીએલના રોમાંચક મુકાબલાની અંતિમ ઓવરમાં પોતાની ઉમદા બોલીંગના કારણે મુંબઇનો ચોથો આઇપીએલ ખિતાબ અપાવનાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ જણાવ્યું કે અંતિમ બોલ પર તેણે પોતાના તે બોલનો ઉપયોગ કર્યો જે તેને મોટાભાગે વિકેટ અપાવે છે.

રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં મુંબઇએ ચેન્નઇ સામે 150 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ચેન્નઇ માટે આ ટાર્ગેટ હાંસેલ કરવા સરળ હતો. અંતિમ ઓવરમાં તેને જીતવા માટે 9 રનની જરૂરિયાત હતી. આ જ ઓવરમાં તેના ધાકડ બેટ્સમેન શેન વૉટ્સન (80) બે રન લેવાના પ્રયાસમાં રન આઉટ થઇ ગયો.

મેચના અંતિમ બોલ પર ચેન્નઇને જીતવા માટે બે રનની જરૂરિયાત હતી. પરંતુ મલિંગાના સ્લોઅર યોર્કર પર શાર્દૂલ ઠાકુરને એલબીડબલ્યૂ આઉટ કરીને મુંબઇને વિજયી બનાવ્યું.

મેચ બાદ મલિંગાએ જણાવ્યું કે, અંતિમ બોલ પર મે વિચાર્યુ હતું કે જો તેને એક રન મળી જશે તો આ સુપર ઓવર હશે પરંતુ હું મારી ટીમને વિજયી બનાવવા માંગતો હતો અને તેથી જ તમે તે બોલ નાંખ્યો જેના પર મને મોટાભાગે વિકેટ મળે છે.

ચાર ઓવરમાં ફક્ત 14 રન આપીને બે વિકેટ લેનાર જસપ્રીત બુમરાહે જણાવ્યું કે, અમે અંતે શાંત રહેવા માંગતા હતા કારણ કે આ પ્રકારની સ્થિતી પુણેમાં 2017માં પણ ઉભી થઇ હતી. આ સીઝનમાં પણ અમને હંમેશાની જેમ અમારી ટીમ પર ભરોસો હતો. અમને દરેક ખેલાડી પર ભરોસો હતો. અમારી ટીમનો દરેક ખેલાડી મેચ વિનર બની શકે છે.

સાથે જ પોલાર્ડે પણ જણાવ્યું કે, આ પ્રકારની મેચમાં તમે ઉમદા પ્રદર્શન કરવા માંગો છો. દુનિયા આવી મેચને યાદ રાખે છે. અનેક ફાઇનલ મેચમાં રમીને મને જે અનુભવ મળ્યો છે તેનાથી હું કહી શકું છું કે બીજી ઇનિંગ રમનારી ટીમ પર દબાણ હોય છે. બુમરાહ અને મલિંગાએ જે રીતે અંતિમ બે ઓવર નાંખી તે શાનદાર હતી.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!