GSTV
Gujarat Government Advertisement

Video: શું ખરેખર રન આઉટ થયો હતો ધોની? થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી હાર્યુ ચેન્નઇ સુપર કિંગ્સ?

મુંબઇએ ચેન્નઇને એક રનથી હરાવીને આઇપીએલ 12નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આવું ચોથી વાર બન્યુ છે જ્યારે મુંબઇએ આ ટૂર્નામેન્ટની ફાઇનલ જીતી હોય પરંતુ બીજી બાજુ ચેન્નઇની હાર સાથે જ સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીના રન આઉટ થવાના નિર્ણય પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.

હકીકતમાં ચેન્નઇની ટીમ 150 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. તે જ સમયે તેની સ્થિતી મજબૂત હતી, 9 ઓવરમાં જ સ્કોર 70/1 થઇ ચુક્યો હતો. જીત માટે 11 ઓવર્સમાં 80 રનની જરૂર હતી. ટાર્ગેટ સરળ લાગી રહ્યો હતો. પરંતુ મેચમાં વાપસી કરતાં મુંબઇના બોલર્સે ચેન્નઇને સતત ઝટકા આપ્યા.

10મી ઓવરમાં સુરેશ રૈના (8) અને આગામી જ ઓવરમાં અબાતી રાયડૂ (1)એ પણ ચાલતી પકડી. અહીંથી ચેન્નઇ પર પ્રેશર વધવા લાગ્યું. તે બાદ ધોની બેટિંગ કરવા માટે આવ્યો. સ્કોર 73/3 થઇ ચુક્યો હતો. આ સ્થિતીમાં સમગ્ર ટીમની જવાબદારી ફરી એકવાર એમએસ ધોનીના ખભા પર આવી ગઇ હતી.

13મી ઓવર હાર્દિક પંડ્યા કરી રહ્યો હતો. ચોથા બોલ પર શેન વૉટ્સને શોર્ટ સ્ક્વેર લેગની દિશામાં શૉટ રમ્યો અને રન લેવા દોડી પડ્યો. લસિથ મલિંગાએ ખોટો થ્રો કર્યો. ધોનીએ ઓવર થ્રો પર રન લેવાનો નિર્ણય લીધો. અહીં જ ધોની થાપ ખાઇ બેઠો કારણ કે ઇશાન કિશનના થ્રોએ ધોનીને સંકટમાં મુકી દીધો.

મુંબઇએ રનઆઉટની જોરદાર અપીલ કરી. ફીલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરને ડિસિઝન રેફર કર્યો. ટીવી અમ્પાયરે અનેક કેમેરા એન્ગલથી રિપ્લે જોયો. પરંતુ કોઇપણ એન્ગલથી સ્થિતી સ્પષ્ટ થઇ રહી ન હતી. હવે તમામની નજરે મેદાન પર રહેલા ટીવી સ્ક્રીન પર હતી. જ્યાં નક્કી થવાનું હતું ધોનીનું ભવિષ્ય. અનેકવાર રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે ધોનીને રન આઉટ જાહેર કર્યો.

થર્ડ અમ્પાયર નાઇઝલ લૉન્ગના આ નિર્ણયથી સમગ્ર દુનિયા દંગ રહી ગઇ હતી. 8 બોલમાં 2 રન બનાવીને ધોની આઉટ થયો ત્યારે ચેન્નઇને જીતવા માટે 44 બોલમાં 69 રનની જરૂર હતી. આ વિકેટનું નિકસાન ચેન્નઇએ ખિતાબ ગુમાવીને ચુકવવુમ પડ્યું.

મુંબઇએ આ રોમાંચક મુકાબલો અંતિમ બોલ પર જીત્યો. સોશિયલ મીડિયાથી લઇને ક્રિકેટ એક્સ્પર્ટ સુદી અનેક લોકોનું માનવું છે કે ધોની આઉટ ન હતો. જો કે બંને ટીમોએ જીત મેળવવા માટે પોતાનો જીવ રેડી દીધો હતો અને તેવું કહેવું અતિશયોક્તિ નહી ગણાય કે આઇપીએલની આ ફાઇનલ મેચ પૈસા વસૂલ મેચ બની ગઇ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!