GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

IPL-2019 ફાઈનલઃ મુંબઇએ ચેન્નઈને 1 રનથી હરાવીને બન્યું ચોથી વખત IPL ચેમ્પિયન

150 રનનો પીછો કરતા ચેન્નઈની ટીમએ 20 ઓવરમાં સાત ઓવરમાં 148 રન બનાવ્યા હતા. શેન વોટ્સન 55 રને અને ડવેન બ્રાવો 12 રન ફટકાર્યા હતા. જ્યારે છેલ્લી ઓવર મલિંગાની હતી ત્યારે છેલ્લા બોલે 1 બોલમાં 2 રન કરવાનાં હતા ચેન્નઈની ટીમે ત્યારે આ મેચ ખૂબ રસાકસી વચ્ચે છેલ્લા બોલે મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને હરાવીને ચોથી વખત IPLનું ચેમ્પિયન બન્યું હતું. આ પહેલા મુંબઈની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.

મુંબઈ તરફથી પોલાર્ડે 25 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી નોટ આઉટ 41 રન બનાવ્યા હતા. આ ઉપરાત ડિ કોકે 29 અને ઈશાન કિશને 23 રનનું યોગદાન આપ્યું હતું.

બન્ને ટીમ

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિ.કિ.), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, મિચ મેકલેનેગ્ન અને લસિથ મલિંગા

ચેન્નાઇ સુપરકિંગ્સ: શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, એમએસ ધોની(કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વિ.કી), ડવેન બ્રાવો, દિપક ચહર, હરભજન સિંહ, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર

READ ALSO

Related posts

સુશાંત સિંહ રાજપુત કેસ: રિયા ચક્રવર્તીનું નવુ ગતકડું, મીડિયા ટ્રાયલ સામે કરી સુપ્રીમમાં અરજી

Bansari

યુએસના બાલ્ટિમોરમાં સર્જાયો ભયાનક ગેસ વિસ્ફોટ, કાટમાળમાં ફસાયા લોકો

pratik shah

સુશાંતના કેસમાં સંજય રાઉત અને આદિત્ય ઠાકરેની CBI પૂછપરછ, નાર્કો ટેસ્ટ માટે ભાજપની માગણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!