GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

આજે મુંબઈ V/s ચેન્નાઈ વચ્ચે ફાઈનલ : IPLમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો જંગ

Indian Premier League

ઈન્ડિયન પ્રીમિયર લીગની બારમી સિઝનની હાઈપ્રોફાઈનલ ફાઈનલમાં આજે સુપરસ્ટાર ટીમો – મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાશે. હૈદરાબાદમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે ભારતીય ક્રિકેટના બંને દિગ્ગજોની નજર વધુ એક આઈપીએલ ખિતાબ પર તો રહેશે જ સાથે સાથે બંને ટીમો આઇપીએલમાં ‘ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ’ બનવાના પ્રયાસ કરશે. આઇપીએલના ૧૨ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૩-૩ ટાઈટલ મુંબઈ અને ચેન્નાઈ જીતી ચૂક્યા છે અને આજની ફાઈનલની વિજેતા ટીમ સૌથી વધુ આઇપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો મુકાબલો વધુ રસપ્રદ બની રહેશે. હૈદરાબાદમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી મુકાબલાનો પ્રારંભ થશે. 

મુંબઈની ક્વોલિટી બોલિંગ સામે ચેન્નાઈની કસોટી

જસપ્રીત બુમરાહ, માલિંગા તેમજ પોલાર્ડ અને પંડયા બ્રધર્સ તેમજ રાહુલ ચાહર જેવા ક્વોલિટી બોલરો સામે ચેન્નાઈની બેટીંગની કસોટી થશે. ધોનીની સુપરસ્ટાર ટીમ માટે કંગાળ બેટીંગ માથાનો દુઃખાવો બની રહી છે. ચેન્નાઈની ટીમ રનચેઝમાં કુશળ સાબિત થઈ ચૂકી છે. જોકે પ્રથમ બેટીંગ તેમના માટે ચિંતાનું કારણ બની રહી છે. ક્વોલિફાયર-વનમાં પણ તેઓ નબળી બેટીંગને લીધે જ હાર્યા હતા. હવે આઇપીએલના ખરાખરીના મુકાબલામાં ઓપનર વોટસન અને ડુ પ્લેસીસની જોડીની સાથે રૈના, મુરલી વિજય અને રાયડુ તેમજ બ્રાવોએ જવાબદારી સાથે બેટીંગ કરવી પડશે. બુમરાહ અને માલિંગા સામે વોટસન-રૈના-બ્રાવોનો સામનો રસપ્રદ બની રહેશે. 

ચેન્નાઈની સ્પિન ત્રિપુટી મુંબઈની બેટીંગ માટે જોખમી

ચેન્નાઈ સુપર કિંગ્સની પાસે તાહીર, જાડેજા અને હરભજન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના સુપરસ્ટાર સ્પિનરો છે અને આ બાબત તેમને અન્ય ટીમો કરતાં ચડિયાતી સાબિત કરે છે. આ ત્રણ ધુરંધર સ્પિનરોની ૧૨ ઓવરો મેચમાં ઘણો મોટો પ્રભાવ પાડતી હોય છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની મુંબઈની ટીમના બેટ્સમેનો ડી કૉક, હાર્દિક અને કૃણાલ પંડયા તેમજ સૂર્યકુમાર અને ઈશાન કિશને સંભાળીને બેટીંગ કરવી પડશે. ક્વોલિફાયર-વનમાં સૂર્યકુમારે ફોર્મ બતાવ્યું હતુ અને મુંબઈને તેના પુનરાવર્તનની આશા છે. ડ્વેન બ્રાવો અને દીપક ચાહરની ફાસ્ટરોની જોડી પણ ફોર્મ સાબિત કરી ચૂકી છે. સ્પિનરોની બોલબાલા છે, ત્યારે દીપકના સ્થાને કર્ણ શર્માને તક મળી શકે છે.

READ ALSO

Related posts

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર, ૭ જુલાઇથી ફોર્મ ભરવા પ્રક્રિયા થશે શરૂ

pratik shah

ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: 100 ટકા ટ્રેનો નિયમિત અને નિશ્વિત સમયે ઉપડી, આ એક જ ટ્રેન થઇ લેટ

Bansari

MP: જ્યોતિરાદિત્ય સિંધિયા કેમ્પના આ ધારાસભ્યોને મળ્યું કેબિનેટમાં સ્થાન, જુઓ લિસ્ટ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!