GSTV
Home » News » Video: ધોનીની દિવાનગી તો જુઓ,ચેન્નઇ સુપરકિંગ્સની પ્રેક્ટિસ મેચમાં ઉમટ્યા રેકોર્ડતોડ દર્શકો

Video: ધોનીની દિવાનગી તો જુઓ,ચેન્નઇ સુપરકિંગ્સની પ્રેક્ટિસ મેચમાં ઉમટ્યા રેકોર્ડતોડ દર્શકો

આઇપીએલની 12મી સીઝન શરૂ થવામાં હજુ ચાર દિવસ બાકી છે. પરંતુ આઇપીએલ ફિવર ફેન્સના દિલોદિમાગ પર અત્યારથી જ છવાઇ ગયો છે. તેનો પુરાવો ચેન્નઇના ચિદંબરમ સ્ટેડિયમમાં તે સમયે જોવા મળ્યો જ્યારે ટીમનો પ્રેક્ટિસ સેશન જોવા માટે ફેન્સ ઉમટી પડ્યાં હતાં.

હકીકતમાં  આ સીઝનની પહેલી મેચ ગતવિજેતા ચેન્નઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની આગેવાની હેઠળના રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બંને ટીમો તેને લઇને જબરદસ્ત મહેનત કરી રહી છે.

રવિવારે ચેન્નઇએ પોતાના ઘરેલૂ મેદાન પર જ્યારે પ્રેક્ટિસ મેચ રમી ત્યારે સ્ટેડિયમમાં દર્શકો માટે ફ્રી એન્ટ્રીની ઘોષણા કરવામાં આવી. પછી તો આખુ ખાલી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઇ ગયું.

આની પહેલાં કદાચ જ કોઇ પ્રેક્ટિસ મેચમાં આટલા દર્શકો પહોંચ્યા હશે. પરંતુ ધોનીની ફેન ફોલોઇંગ અને ચેન્નઇ સુપરકિંગ્સ પ્રત્યે લોકોની દિવાનગીએ તે કરી દેખાડ્યું જે પહેલાં ક્યારેય નથી બન્યું.

 ચેન્નઇ સુપરકિંગ્સે પોતે તેનો વીડિયો પોસ્ટ કરતાં જણાવ્યું કે પ્રેક્ટિસ મેચમાં 12 હજાર દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.  કેપ્ટન એમએસ ધોનીની એન્ટ્રી પર જાણે કે હજારો ફેન્સ વચ્ચે કરંટ પસાર થઇ ગયો.

Read Also

Related posts

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

દેશના પ્રખ્યાત કવિ માણિક વર્માનું નિધન, અંતિમ સમયમાં પણ ન છોડ્યો કવિતાનો સાથ

Kaushik Bavishi

શેરબજારમાં આવેલા કડાકાથી ઈન્વેસ્ટરોનાં કરોડો રૂપિયાનું થયું ધોવાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!