GSTV
Home » News » દિલ્હી ‘સેમિ ફાઈનલ’માં : આખરી ઓવરમાં હૈદરાબાદને હાઈડ્રામા બાદ હરાવ્યું

દિલ્હી ‘સેમિ ફાઈનલ’માં : આખરી ઓવરમાં હૈદરાબાદને હાઈડ્રામા બાદ હરાવ્યું

delhi semi final


પૃથ્વી શૉના ૫૬ તેમજ પંતના ૨૧ બોલમાં ૪૯ રન બાદ દિલ્હીએ આખરી ઓવરના હાઈડ્રામા બાદ હૈદરાબાદને બે વિકેટથી હરાવીને આઇપીએલ-૧૨ની ‘સેમિ ફાઈનલ’માં પ્રવેશ મેળવી લીધો છે. હવે શુક્રવારે ચેન્નાઈ-દિલ્હી ફાઈનલમાં પ્રવેશવા ટકરાશે. દિલ્હીને જીતવા માટે આખરી ૮ બોલમાં પાંચ રન કરવાના હતા. જોકે તેઓ પાંચ બોલમાં ૩ જ રન લઈ શક્યા હતા. જેના કારણે હવે આખરી ત્રણ બોલમાં જીતવા ૨ રનની જરુર હતી. આ તબક્કે મિશ્રા ઓબ્સ્ટ્રકિંગ ધ ફિલ્ડ બદલ આઉટ થતાં હવે તેમને બે બોલમાં બે રન કરવાના હતા. જોકે ખલીલની ઓવરમાં કિમો પોલે વિજયી ચોગ્ગો ફટકારતાં દિલ્હીએ ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. તેમણે ૧૯૩ના ટાર્ગેટને ૧૯.૫ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

પૃથ્વી શૉના ૫૬ બાદ રિષભ પંતના ૨૧ બોલમાં ૪૯ 

એલિમિનેટરમાં જીતવા માટેના ૧૬૩ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા દિલ્હીને યુવા ઓપનર પૃથ્વી શૉએ આક્રમક શરૃઆત અપાવી હતી. પંતે ૩૮ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૬ રન ફટકાર્યા હતા. ધવન ૧૭ અને કેપ્ટન ઐયર ૮ રને આઉટ થયા હતા. જોકે શૉ બાદ યુવા વિકેટકિપર બેટસમેન પંતે જવાબદારી સંભાળી લેતા ટીમને જીતને આરે પહોંચાડી દીધી હતી. પંતે પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૨૧ બોલમાં ૪૯ રન ફટકાર્યા હતા. 

હૈદરાબાદના મીડલ ઓર્ડરનો લડાયક દેખાવ

હૈદરાબાદે ન્યુઝીલેન્ડના ઓપનર ગપ્ટિલને ઓપનિંગમાં ઉતાર્યો હતો. સાહા સસ્તામાં આઉટ થઈ જતાં ગપ્ટિલે ધીરજપૂર્વક બેટીંગ કરતાં બાજી સંભાળી હતી અને ૧૯ બોલમાં ૪ છગ્ગા સાથે ૩૬ રન ફટકાર્યા હતા. જ્યારે મનીષ પાંડેએ ખુબ જ ધીમી બેટીંગ કરતાં ૩૬ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૩૦ રન નોંધાવ્યા હતા. વિલિયમસન ૨૮ તેમજ શંકર ૧૧ બોલમાં ૨૫ તેમજ નાબીએ ૨૦ રન કર્યા હતા. 

આખરી ૩૬ બોલમાં હૈદરાબાદના ૬૯ રન

દિલ્હી સામેની એલિમિનેટરમાં હૈદરાબાદે આખરી ૩૬ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા. ૧૪ ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર માત્ર ૯૩/૩ હતો. આ પછી તેમણે વિકેટ પતનની વચ્ચે સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતુ. તેમણે આખરી છ ઓવરમાં ૬૯ રન નોંધાવ્યા હતા. જેના કારણે તેમનો સ્કોર નિર્ધારિત ૨૦ ઓવરના અંતે ૧૬૨/૮ થયો હતો. દિલ્હી તરફથી પોલે ૩૨ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. 

આવતીકાલે ચેન્નાઈ વિ. દિલ્હી, વિજેતા ફાઈનલમાં પ્રવેશશે

આઇપીએલના ફોર્મેટ અનુસાર ક્વોલિફાયર વનમાં વિજેતા બનેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઇપીએલની ફાઈનલમાં પ્રવેશી હતી. હવે તેઓ તારીખ ૧૨મી મેએ કોનો સામનો કરશે તે જોવાનું રહેશે. ક્વોલિફાયર વનમાં હારેલી ચેન્નાઈની ટીમને હવે તારીખ ૧૦મી મે ને શુક્રવારે રમાનારી ક્વોલિફાયર-ટુમાં એન્ટ્રી મળી ગઈ છે.

હવે એલિમિનેટરમાં વિજેતા બનેલી દિલ્હીની ટીમ શુક્રવારે ચેન્નાઈ સામે ટકરાશે. જેમાં વિજેતા બનનારી ટીમ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલ મેચ રમશે. 

આખરી ઓવરમાં મિશ્રા ઓબ્સ્ટ્રકિંગ ધ ફિલ્ડ આઉટ

દિલ્હીને જીતવા ૬ બોલમાં ૫ રનની જરુર (૧૫૮/૭), બોલર : ખલીલ

૧૯.૧ : વાઈડ બોલ

૧૯.૧ : મિશ્રાએ ૧ રન લીધો

૧૯.૨ : ડોટ બોલ

૧૯.૩ : પોલે ૧ રન લીધો.

૧૯.૪ : ખલીલે નાંખેલો બોલ મિશ્રાના બેટને ન સ્પર્શ્યો અને વિકેટકિપર સાહાના હાથમાં ગયો, તેણે રન લેવા દોડી રહેલા મિશ્રાને આઉટ કરતાં બોલર ખલીલને બોલ આપ્યો. તેણે નોનસ્ટ્રાઈકરના સ્ટમ્પ્ટસ તરફ થ્રો કર્યો, તે પીચની વચ્ચે દોડી રહેલા મિશ્રાને ટકરાયો. હૈદરાબાદે રિવ્યુ લીધો, જેમાં અમ્યારે મિશ્રાને કોટ બિહાઈન્ડ ન હોવાથી નોટઆઉટ જાહેર કર્યો. જોકે તેને આખરે ઓબ્સ્ટ્રકિંગ ધ ફિલ્ડ બદલ આઉટ જાહેર કરાયો.

૧૯.૫ : કિમો પોલે ચોગ્ગો ફટકાર્યો

Read Also

Related posts

ટ્રમ્પે યુરોપની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી

Arohi

ટેરર ફંડિંગને મામલે FATFએ પાકિસ્તાનને આપી ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટીમેટમ

Arohi

કાલથી બદલાઈ રહ્યું છે આ રાશીના જાતકોનું ભાગ્ય, બનવા જઈ રહી છે આ એક મોટી ઘટના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!