GSTV
Home » News » RRvsRCB : કોહલી માટે આજે ‘કરો યા મરો’ની સ્થિતી, રાજસ્થાનને જીતની તલાશ

RRvsRCB : કોહલી માટે આજે ‘કરો યા મરો’ની સ્થિતી, રાજસ્થાનને જીતની તલાશ

ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં સોમવાર સુધી ૧૩ મુકાબલા ખેલાઇ ચૂક્યા છે અને હજુ સુધી રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર એવી બંને ટીમ છે જે હજુ સુધી વિજયનો સ્વાદ ચાખી શકી નથી. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર હજુ સુધી ત્રણ મેચમાં રમી છે અને ત્રણેય મેચમાં તેનો પરાજય થયો છે. હવે આજે જયપુર ખાતે આ બંને ટીમ ટકરાશ ત્યારે તેમનો ઈરાદો વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ખાતું ખોલાવવાનો રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે બોલરોનું ફોર્મ પરેશાનીનો વિષય છે અને વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ જેવા સ્ટાર હજુ સુધી તેમના ‘સુપરસ્ટાર સ્ટેટસ’ પ્રમાણેનો દેખાવ કરી શક્યા નથી. આજના મુકાબલા માટે નાથન કૌલ્ટર નાઇલ, હેનરિચ ક્લાસેનને તેઓ સામેલ કરી શકે છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સને બેટિંગમાં રહાણે, સેમસન, સ્મિથ, સ્ટોક્સ પાસેથી વધુ સારા દેખાવની આશા રહેેશે.

સંભવિત ટીમ :

રાજસ્થાન રોયલ્સ :

બટલર, રહાણે (કેપ્ટન), સેમસન, સ્મિથ, રાહુલ ત્રિપાઠી, સ્ટોક્સ, કે. ગૌથમ, આર્ચર, જયદેવ ઉનડકટ, શ્રેયસ ગોપાલ, ધવલ કુલકર્ણી.

 રોયલ ચેલેન્જર્સ બેંગલોર :

 પાર્થિવ પટેલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, ગુરકિરાત માન, હેનરિચ ક્લાસેન, કોલિન ડી ગ્રાન્ડહોમ, વોશિંગ્ટન સુંદર, કૌલ્ટર નાઇલ, પવન નેગી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ. 

Read Also

Related posts

અમદાવાદમાં સામાન્ય બાબતે એક યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવી દીધો

Nilesh Jethva

ભાવનગરમાં કોંગ્રેસના આગેવાન પર હુમલો, સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!