GSTV
Home » News » IPL 2019: દિલ્હી સામે ચેન્નાઇની જીત છે નિશ્વિત, કારણ જાણીને રહી જશો દંગ

IPL 2019: દિલ્હી સામે ચેન્નાઇની જીત છે નિશ્વિત, કારણ જાણીને રહી જશો દંગ

Delhi Capitals

આઇપીએલ 12ની બીજી ક્વોલિફાયર મેચ ACA-VDCA સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ચેન્નઇ સુપરકિંગ્સ સામે થશે. ત્યાં આ મેચને જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. પરિણામે મહેન્દ્ર સિંહ ધોની અને શ્રેયસ અય્યરની ટીમો વચ્ચે થનાર આ ટક્કર રોમાંચક બની શકે છે પરંતુ આંકડા આ મેચમાં ચેન્નઇની જીતના સંકેત આપી રહ્યાં છે.

ચેન્નઇ માટે ‘લકી’ છે આ તારીખ

chennai vs kkr

આજે 10 મે છે અને આઇપેલમાં આ તારીખ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ માટે લકી છે. અત્યાર સુધી આ તારીખે તેણે ચાર મેચ રમી છે અને દરેક મેચમાં બાજી મારી છે.

દિલ્હીનો આવો છે રેકોર્ડ

જો ક્વોલિફાયર 2ની બીજી ટીમની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 10મેના રોજ 6 મેચ રમી છે. આ દરમિયાન તેણે 3 મેચમાં જીત અને 3માં હાર મળી છે. સ્પષ્ટ છે કે દિલ્હી પોતાના વિરોધીના મુકાબલે થોડી નબળી લાગી રહી છે.

આ છે બંને ટીમોનો આઇપીએલ રેકોર્ડ

આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી 20 મેચ રમાઇ છે. આ દરમિયાન ચેન્નઇએ 14 તો શ્રેયસ ઐય્યરની ટીમે 6 વાર બાજી મારી છે. જ્યારે હાલની સીઝનમાં ચેન્નઇએ જ દિલ્હી કેપિટલ્સને 80 રને પરાસ્ત કરીને પોઇન્ટ ટેબલમાં બીજુ સ્થાન મેળવતા અટકાવી દીધી. હવે ફરી એકવાર ક્વોલિફાયર-2માં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ તે જ રાહ પર ઉભી છે. જો કે એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પછાડીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવવાના કારણે દિલ્હીનો નિર્ણય મક્કમ છે. દિલ્હીએ ઘણા વર્ષો બાદ પ્લેઑફમાં સ્થાન મેળવ્યું છે તો ચેન્નઇ સુપરકિંગ્સ આ પ્રકારની મોટી મેચમાં રમવા ટેવાયેલી છે. તે ત્રણવાર આ ખિતાબ જીતવા ઉપરાંત ચાર વખત રનર અપ રહી ચુકી છે.

Read Also

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!