GSTV
Home » News » IPL 2019: આઈપીએલ ઈતિહાસની એવી ટીમો જે ક્યારેય પોતાની પ્રથમ મેચ હારી નથી

IPL 2019: આઈપીએલ ઈતિહાસની એવી ટીમો જે ક્યારેય પોતાની પ્રથમ મેચ હારી નથી

હવે થોડા કલાકમાં ક્રિકેટના દીવાના હોય કે પછી પ્રશંસક તેઓ પોતાના ઘરે ટીવી સામે બેસી જશે અથવા પછી સ્ટેડિયમમાં લાઈવ મેચનો આનંદ માણશે. કારણકે થોડા કલાકમાં ચેન્નઈમાં આઈપીએલ 12ની પ્રથમ મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે શરૂ થશે. આ પ્રથમ મેચ છે જ્યાં બને ટીમો ઈચ્છે છે કે તેમની પ્રારંભિક શરૂઆત સારી નિવડે અને મેચ જીતી જાય. એવામાં આજે અમે તમને આઈપીએલ ઈતિહાસના પસંદ કરેલી એવી ટીમો વિશે જણાવીશું કે જેણે આજ સુધી પોતાની પ્રથમ મેચ ક્યારેય ગુમાવી નથી.

આ યાદીમાં પ્રથમ નંબરે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. કોલકાતાએ અત્યાર સુધી આઈપીએલની દરેક સિઝનમાં પોતાની પ્રથમ મેચ હારી નથી. વર્ષ 2008માં આઈપીએલના પ્રારંભમાં આરસીબી અને કેકેઆરની વચ્ચે પ્રથમ મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં કેકેઆરે 140 રનથી જીત મેળવી હતી. આ સિવાય 2010માં પણ કોલકાતાએ પોતાની શરૂઆત જીત સાથે કરી હતી.

વર્ષ 2009માં આઈપીએલની ઓપનિંગ મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની સામે રમાઈ હતી. જેમાં એમઆઈએએ સીએસકે પર 19 રનથી જીત મેળવી હતી.

કોલકાતાએ વર્ષ 2015માં આઈપીએલ-8ની પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી જીતી પોતાના પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી હતી. કોલકાતાએ આ મેચમાં આક્રમક પ્રદર્શન કરીને પોતાની પ્રથમ મેચ જીતીને પોતાના વિચાર સ્પષ્ટ કર્યા હતાં. ત્યારબાદ 2016માં આઈપીએલની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાઈજિંગ પુણે વચ્ચે રમાઈ હતી, જેમાં પુણેએ 9 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી.

READ ALSO

Related posts

ઓ બાપ રે, 60 ટકાથી વધુ કાચા તેલનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની ONGC આર્થિક સંકટમાં

Karan

વિરાટ કોહલીનો ધમાકો, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ કર્યો બ્રેક

pratik shah

હેમા માલિનીએ સંસદમાં વાંદરાઓની સમસ્યા માટે ઉઠાવ્યો અવાજ, લોકોએ કરી નાખી ટ્રોલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!