GSTV
Home » News » IPLની 12મી સીઝન છે એકદમ ખાસ, ઇતિહાસમાં પહેલીવાર બનશે આવું

IPLની 12મી સીઝન છે એકદમ ખાસ, ઇતિહાસમાં પહેલીવાર બનશે આવું

IPL

ઇન્ડિયન પ્રીમીયર લીગ એટલે કે આઇપીએલની 12મી સીઝન આજે એટલે કે 23 માર્ચે શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. આરસીબીને જ્યાં પ્રથમ ખિતાબની તલાશ છે ત્યાં ચેન્નઇની ટીમની નજર ચોથીવાર ટ્રેફી જીતવા પર છે. આ સીઝનમાં આ 5 વાતો પહેલીવાર બનશે.

પહેલી જ મેચમાં ધોની અને વિરાટ આમને સામને

આઇપીએલની 12મી સીઝન ચેન્નઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચથી શરૂ થશે. આ લીગને 1 દશક કરતાં વધુ સમય થઇ ચુક્યો છે પરંતુ તેનો રોમાંચ હજુ પણ એટલો જ છે. પ્રથમ મેચ ચેન્નઇની યજમાનીમાં રમાશે. ચેન્નઇની ટીમ આ ખિતાબ 3 વાર જીતી ચુકી છે જ્યારે બેંગલોર હજુ આ ખિતાબની તલાશમાં છે.

નહી થાય ઓપનિંગ સેરેમની

આઇપીએલની 12મી સીઝનની ઓપનિંગ સેરેમની નહી થાય. તેની પાછળનું કારણ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલી આપવાનો છે.

દેશમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી અને IPL એકસાથે

આવું પહેલીવાર બનશે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી અને આઇપીએલ બંને એકસાથે થશે. 2009માં આઇપીએલ સાઉથ આફ્રીકામાં રમાઇ હતી જ્યારે 2014માં અડધી મેચ વિદેશમાં રમાઇ હતી.

પુલવામા હુમલાના શહીદોને મદદ

સીએસકેની ટીમ પ્રથમ મેચમાં ટીકીટ વેચાણથી થતી આવક પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની મદદ માટે આપશે.

પાકિસ્તાનમાં IPL પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં પહેલીવાર આઇપીએલનું ટેલિકાસ્ટ નહી થાય. ભારતમાં પાકિસ્તાન સુપર લીગના ટેલિકાસ્ટ પર બેન લગાવવાની પ્રતિક્રિયામાં પાકિસ્તાને આ નિર્ણય લીધો છે.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar