GSTV
Home » News » IPL 2018 : Video : જુઓ હાર્દિક પંડ્યાએ કેટલી હોંશિયારીથી બચાવી પોતાની વિકેટ

IPL 2018 : Video : જુઓ હાર્દિક પંડ્યાએ કેટલી હોંશિયારીથી બચાવી પોતાની વિકેટ

આઇપીએલની સીઝન 11ની 47મી મેચ રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાઇ ગઇ. આ મેચમાં રાજસ્થાને મુંબઇને સાત વિકેટે હરાવ્યું. મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરોમાં 168 રનનું લક્ષ્ય રાજસ્થાન સામે મૂક્યુ. પરંતુ રાજસ્થાનની ટીમે આ લક્ષ્ય માત્ર 18 ઓવરોમાં ત્રણ વિકેટના નુકસાન પર 171 રન બનાવતા મેચ જીતી લીધી. મુંબઇના ખેલાડીઓએ મેચમાં વિજય મેળવવા માટે ખૂબ પ્રયાસો કર્યા પરંતુ તે સફળતા ન મેળવી શક્યું.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન કંઇક એવુ થયુ જેણે સૌકોઇનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ.  બેટિંગ કરવા દરમિયન મુંબઇના યુવા ખેલાડી હાર્દિક પંડ્યાના હાથ માંથી બેટ સરકી ગયુ તે વખતે તેણે ખૂબ જ હોંશિયારી દાખવતા પોતાની વિકેટ બચાવી લીધી. હકીકતમાં 14મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યા રન લેવા માટે દોડ્યો પરંતુ તેના હાથ માંથી બેટ છટકી ગયું, જે પછી તેણે પગનો સહારો લઇને પોતની વિકેટ બચાલી. આ ઘટનાનો એક વિડિયો પર સામે આવ્યો છે. જેમાં હાર્દિક પંડ્યાને પોતાના પગ વડે વિકેટ બચાવતો જોઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રમાયેલી આ મેચમાં રાજસ્થાનની ટીમે ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇની શરૂઆત સારી રહી અને ઓપનિંગ બેટ્સમેન ઇવિન લુઇસ અને સૂર્યકુમાર યાદવે પહેલી વિકેટ માટે 87 રન જોડ્યા. લુઇસે સૌથી વધુ રન કર્યા. સૂર્ય કુમારે 31 બોલમાં 38 રન કર્યા. આ ત્રણેય ખેલાડીઓ સિવાય કોઇ અન્ય બેટ્સમેન વધારે સમય મેદાન પર ટક્યુ નહી. રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી ફક્ત 10 રનની અંદર જ તેણે પોતની પહેલી વિકેટ ગુમાવી દીધી. રાજસ્થાન તરફથી બટલરે સૌથી વધુ રન કરતા તેણે 53 બોલમાં અણનમ રહેતા 94 રન ફટકાર્યા.

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!