GSTV

IPL 2018 Final : શું સતત ત્રીજી વાર ચેમ્પિયન બની શકશે CSK?

Last Updated on May 27, 2018 by Bansari

આઇપીએલની 11મી સીઝનના ફાઇનલમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ ચેન્નઇની બેટિંગ અને સનરાઇઝની બોલિંગ વચ્ચે હશે. હૈદરાબાદની તાકાત તેની બોલિંગ છે અને ચેન્નઇની તાકાત તેની બેટિંગ છે.

ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, શાકિબ અલ હસન અને સિદ્ધાર્થ કૌલથી સજજ્ હૈદરાબાદની બોલીંગ આક્રામક છે પરંતુ તેની સામે ધોની, શેન વૉટ્સન, અંબતિ રાયડુ અને સુરેશ રૈના જેવા ધૂંઆધાર બેટ્સમેન પણ છે.

હાલની સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમં સનરાઇઝ હૈદરાબાદ પર સતત હાવી રહી છે. ફાઇનલ પહેલા સુધી બંને વચ્ચે ત્રણ મેચ રમાઇ છે અને દર વખતે ચેન્નઇએ બાજી મારી છે.

-22 એપ્રિલના રોજ હૈદરાબાદમાં ચેન્નઇએ સનરાઇઝને 4 રને હરાવી હતી.

-13મેના રોજ પુણેમાં સમરાઇઝને ચેન્નઇએ 8 વિકેટે હરાવી.

-22મેના રોજ મુંબઇમાં સનરાઇઝને ચેન્નઇએ ક્વૉલિફાયર-1માં 2 વિકેટથી હરાવી.

આઇપીએલની 11મી5 સીઝનમાં આ છઠ્ઠી વાર બન્યું છે જ્યારે લીગ ટેબલની ટૉપ-2 ટીમ ફાઇનલમાં જોવા મળશે. ચેન્નઇએ 2010 અને 2011નો આઇપીએલ ખિતાબ જીત્યા બાદ 2012,2013 અને 2015માં પણ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ. આઇપીએળના ઇતિહાસમાં છઠ્ઠીવાર એવી બની રહ્યું છે જ્યારે એક સીઝનમાં બે ટીમો ચોથીવાર એકબીજા સામે ટક્કર આપશે. અગાઉ પણ 3-1નું પરિણામ રહ્યું છે.

સનરાઇઝની ટીમ મુંબઇ ઇન્ડિયન્સની રાહ પર ચાલી શકે છે. મુંબઇ ઇન્ડિયન્સે 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ સામે ત્રણવાર હાર્યા બાદ ફાઇનલમાં જીત મેળવવામાં સફળ રહી હતી. અત્યારસુધીમાં ફક્ત રૉબિન ઉથપ્પા જ એવો ખેલાડી છે જેણે ઓરેન્જ કગેપ સાથે આઇપીએળનો ખિતાબ જીત્યો છે.

Related posts

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana

15 વર્ષીય છોકરી કારમાં બનાવી રહી હતી સંબંધ/ અચાનક છોકરીને એવું તે શું થયું કે થઈ ગયું મોત, ગુપ્ત ભાગમાં હતું લોહી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!