GSTV
Home » News » IPL 2018 : CSKની મુશ્કેલીઓ વધી, હવે આ દિગ્ગજ ખેલાડી પણ થયો બહાર

IPL 2018 : CSKની મુશ્કેલીઓ વધી, હવે આ દિગ્ગજ ખેલાડી પણ થયો બહાર

આ વર્ષે આઇપીએલમાં ચેન્નઇનું મુશ્કેલીઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી આ ટીમનો એક દિગ્ગ્જ ખેલાડી બે મેચ માટે ટીમ માંથી બહાર થઇ ગયો છે. ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટડિયમમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સુરેશ રૈનાને પિંડીમાં ઇજા થઇ હતા. રૈના ત્યારે ફક્ત 14 રન બનાવીને ક્રિઝ પર હતો. ઉલ્લેખનીય છે કે કાવેરી જળ વિવાદના કારણે ચેન્ઇમાં મેચ દરમિયાન સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતા. જેના પગલે સીએસકેનું ગઢ ગણાતા ચેન્નઇના સ્ટેડિયમમાં રમાનાર તમામ મેચ પુણે શિફ્ટ કરવામાં આવ્યાં છે.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

 

કહેવામાં આવી રહ્યું છે કે રૈનાને રિકવર કરતા આશરે 10 દિવસ લાગશે. તે હવે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ નહી રમી શકે. ઉલ્લેખનીય છે કે સુરેશ રૈના જેવા દિગ્ગજ ખેલાડીનું ટીમ માંથી બહાર રેહવું સીએસકે માટે ચિંતાનો વિષય છે કારણ કે રૈનાની બેટિંગ અને ફિલ્ડિંગ ખૂબ જ ઉંચા સ્તરની છે.

આ વચ્ચે હવે ધોની આગામી બે મેચ માટે રૈનાના સ્થાને કોને પસંદ કરે છે તે પણ તેના માટે ખૂબ જ પડકારજનક નિર્ણય છે. ધોની ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયને તક આપે તેવી શક્યતા છે. સાથે જ ધોની ધ્રુવ શૌર્યને પણ તક આપી શકે છે.

Related posts

લો બોલો સેન્ડિવચ ખાઈ રહ્યો હતો આ શખ્સ, ચાર પોલીસવાળા આવ્યા અને પકડીને લઈ ગયા કારણ છે અનોખું…

pratik shah

બિગ બોસમાં ઈંડાઓને મળી હાઈ સિક્યુરિટી, જુઓ કંટેસ્ટેનેટ્સનો નવો ડ્રામા

Kaushik Bavishi

શું તમે ઓફિસમાં ચલાવી રહ્યા છો અફેરનું ચક્કર, તો થઈ જાવ સાવધાન કારણકે…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!