GSTV
Home » News » IPL : Video : મેક્સવેલ-બૉલ્ટના બે ‘જુડવા કૅચ’ જોઇને સૌકોઇ રહી ગયા દંગ

IPL : Video : મેક્સવેલ-બૉલ્ટના બે ‘જુડવા કૅચ’ જોઇને સૌકોઇ રહી ગયા દંગ

દિલ્હી ડેરડેવિલ્સે રવિવરે ફિરોઝશાહ કોટલામાં મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપીને પ્લૅઑફમાં સ્થાન મેળવવાની આશા પર પાણી ફેરવી દીધુ છે. તેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 19.3 ઓવરમાં 163 રન પર ખખડી ગઇ અને 11 રનથી તેણે હારનો સામનો કરવો પડ્યો.

ટાર્ગેટનો પીછો કરતા એક સમયે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 9મી ઓવરમાં 2 વિકેટ પર 74 રન બનાવી ચુકી હતી પરંતુ તે સ્કોર પર તે વિકેટ ગુમાવીને દબાણ હેઠળ આવી ગઇ હતી. પહેલા તો ઓપનિંગ બેટ્સમેન એવિન લુઇસની વિકેટ અમિત મિશ્રાએ લીધી જેને વિકેટકિપર ઋષભ પંતે સ્ટંપ કર્યો. પરંતુ તે પછી જે થયુ તેને જોઇને સૌકોઇ આશ્વર્યચકિત થઇ ગયા.

હકીકતમાં સંદીપ લામિછાને પોતાની બીજી ઓવરના પહેલા બોલને કીરોન પોલાર્ડે હિટ કર્યો જેને બાઉન્ડ્રી લાઇન પર રહેલા મેક્સવેલે પકડ્યો. પરંતુ તે બાઉન્ડ્રીની બહાર જઇ રહ્યો હતો તેના કારણે તેણે બોલ ટ્રેંટ બૉલ્ટ તરફ ફંકી દીધો, જેણે આ બૉલ કેચ કરી લીધો.

આ ઓવરમાં કૃણાલ પંડ્યા અને પેવેલિયન પરત ફર્યો હતો. મુંબઇનો સ્કોર ત્રણ વિકેટે 74 રનથી પાંચ વિકેટ પર 78 રન થયો હતો. કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ છઠ્ઠી વિકેટ માટે 43 રન જોડ્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહી.

તે પછી ફરીથી મેક્સવેલ અને બૉલ્ટનો જ જુડવા કેચ જોવા મળ્યો. 14મી ઓવર કરી રહેલા હર્ષલ પટેલના પાંચમાં બોલને રોહિતે લૉન્ગ ઑન તરફ હીટ કર્યો. પોતાની જમણી બાજુ ભાગતા મેક્સવેલે ફરીથી કેચ કર્યો પરંતુ તે બાઉન્ડ્રીની બહાર જતો હોવાથી તેણે બોલ બોલ્ટ તરફ ફેંક્યો અને બૉલ્ટે સફળતાથી આ કેચ કર્યો.

મેક્સવેલ અને બૉલ્ટનો આ કેચ આઇપીએલની આ સીઝનના બેસ્ટ કેચ માંથી એક માનવામાં આવી શકે છે. જો કે સ્કોરબૉર્ડ પર કેચ કરનાર તરીકે બૉલ્ટનું નામ નોંધાયુ. જ્યારે આ કેચ મેક્સવેલે કર્યા હતા.

Related posts

ઓછુ ભણેલા પણ મેળવી શકે છે હેવી લાઈસન્સ પરંતુ ગુજરાત સરકારની ઢીલી નીતિના કારણે મામલો લટક્યો

Kaushik Bavishi

જો તમે સેલ્ફી લેવાના શોખીન છો તો વાંચી લો આ ન્યૂઝ, હંમેશ માટે બંધ કરી દેશો

Kaushik Bavishi

ઉકાઈ ડેમની જળ સપાટી 343.10 ફૂટે પહોંચી, ભયજનક જળ સપાટીથી માત્ર 2 ફૂટ દૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!