GSTV
Gujarat Government Advertisement

કેપ્ટન્સી પછી હવે ડેવિડ વોર્નરની ટીમમાંથી પણ છુટ્ટી, રાજસ્થાન વિરુદ્ધની મેચમાં ન મળી જગ્યા

વોર્નર

Last Updated on May 2, 2021 by Damini Patel

સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર માટે આ IPL ખુબ નિરાશાજનક રહ્યું છે. પહેલા ચાલુ સીઝને કેપ્ટન્સી કેન વિલિયમસમને આપી દેવામાં આવી અને હવે એમની ટીમમાંથી પણ છુટ્ટી થઇ ગઈ છે. રવિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ડેવિડ વોર્નરને ટીમમાં જગ્યા મળી નથી. આ જાણકારી ટીમના કોચ ટોમ મૂડીએ મેચ શરુ થયાના પહેલા આપી છે. વોર્નરની કપટન્સી લીધા પછી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચથી એક દિવસ પહેલા સનરાઇઝર્સે એક નિવેદનમાં કહ્યું હતું, ‘સનરાઇઝર્સ હૈદરાબાદ આ ઘોષણા કરે છે કે રવિવારે મેચ અને IPLની આગળની મેચોમાં વિલિયમસન કેપ્ટન હશે.’ ટીમ પ્રબંધકે કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રવિવારે મેચમાં તેઓ વિદેશી ખેલાડીઓના સંયોજનમાં પણ ફેરફાર કરશે. ત્યાર પછીથી કહેવામાં આવી રહ્યું હતું કે વોર્નર ટીમથી બહાર થઇ શકે છે.

વોર્નરની કેપ્ટન્સીમાં હૈદરાબાદનું પ્રદર્શન રહ્યું નિરાશાજનક

વોર્નરે વર્ષ 2016માં હૈદરાબાદ ટીમને ચેમ્પિયન બનાવી હતી. ત્યાર પછી ટીમ વિનર તો ન રહી પરંતુ ઘણી નિયમિત રહી હતી. જો કે આ સીઝનમાં ટીમની શરૂઆત હારની હેડ્રિકથી શરુ થઇ હતી. વોર્નરની કેપ્ટન્સીમાં હજુ સુધી છ મેચ રમી પાંચ હારથી હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. તેમની બેટથી પણ કઈ સારું પ્રદર્શન નહિ કરી શકી. તેમણે પહેલી 6 મેચમાં 2 હાફ સેન્ચ્યુરી સાથે 193 રન બનાવ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રિતી સેનન જીમમાં આ રીતે પરસેવો વહાવે છે, અભિનેત્રીએ કહ્યું કે આ છે ઇન્સ્ટાગ્રામ v / s રિયાલિટી, જુઓ ફની વીડિયો

Vishvesh Dave

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!