ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14)ના બીજા તબક્કાની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ સીઝન વચ્ચે થયેલા તમામ મેચ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. ટૂર્નામેન્ટના બીજા તબક્કાની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે.
𝗪𝗘. 𝗔𝗥𝗘. 𝗕𝗔𝗖𝗞! 👏 👏
— IndianPremierLeague (@IPL) September 19, 2021
Hello from Dubai. 👋
All set to resume the #VIVOIPL, with the blockbuster clash between the @msdhoni-led @ChennaiIPL & @ImRo45‘s @mipaltan. ⚡ 🔥 #CSKvMI
Which team are you rooting for tonight? 🤔 pic.twitter.com/wlhc7LMjr0
IPL 14માં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ 1 મેના રોજ રમાઇ હતી. આ મુકાબલામાં મુંબઈએ ચેન્નઈને 4 વિકેટથી હરાવી દીધું હતું. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 218 રન કર્યા હતા. જવાબમાં મુંબઈ છેલ્લી બોલ પર ટારગેટ હાંસલ કર્યો હતો.

હાર્દિક પંડ્યાની ફિટનેસ મુંબઈ માટે પડકાર
રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઇન્ડિન્સના સ્ક્વોડમાં બીજા હાફ માટે ખાસ ફેરફાર નથી થયો. પરંતુ હાર્દિક પંડ્યાની લય અને ફિટનેસ મુંબઈ માટે સૌથી મોટો પડકાર છે. આઈપીએલ 2021 ના પહેલા તબક્કામાં પંડ્યાએ એક પણ ઓવર નાખી નહતી, જ્યારે તે બેટથી પણ નિષ્ફળ રહ્યો. જોકે પંડ્યાએ હવે બોલિંગ શરૂ કરી છે, પરંતુ તેણે બેટથી ઘણો સંઘર્ષ કર્યો છે. ઇશાન કિશન જેવા મિડલ ઓર્ડરના અન્ય ખેલાડીઓએ પણ સતત સારુ પ્રદર્શન કર્યું નથી.
Read Also
- પીએમ કિસાન સન્માન નિધિ/ નવા રજીસ્ટ્રેશન માટે બદલાયા નિયમો, હવે રેશનકાર્ડ વગર નહિ થાય આ કામ
- કતારમાં પ્રેમ કરવું ગુનો, મળશે 7 વર્ષની સજા; જાણો શા માટે જારી કરાયા આવા વિચિત્ર નિયમો
- 9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી
- દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ
- બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ