GSTV
Home » News » IPL 2019: આ 4 વિદેશી ધુરંધરો મચાવશે ધમાલ, વિરોધી ટીમોને આપશે જબરદસ્ત ટક્કર

IPL 2019: આ 4 વિદેશી ધુરંધરો મચાવશે ધમાલ, વિરોધી ટીમોને આપશે જબરદસ્ત ટક્કર

ipl 2019 top foreign player

IPL 2019 માટે તમામ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે અને ફરી એકવાર ભારતીય ખેલાડીઓની સાથે સાથે આ લીગમાં વિદેશી ખેલાડીઓ પણ શાનદાર પ્રદર્શન કરવા ઉતાવળા છે. દરેક સીઝનની જેમ આ વખતે પણ કોઇપણ ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ચાર વિદેશી ખેલાડીઓને તક આપવામાં આવશે. જો કે એવા અનેક વિદેશી ખેલાડી છે જેની પાસે ઉમદા પ્રદર્શનની આશા છે પરંતુ તેમાથી કેટલાક ખેલાડી એવા છે જેના પર સૌકોઇની નજર હશે. ચાલો એક નજર કરીએ આવા વિદેશી ખેલાડીઓ પર જે આ વખતે વિરોધી ટીમને ટક્કર આપી શકે છે.

એશ્ટન ટર્નર

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ આઇપીએલ પહેલાં જ ભારત સામે મોહાલી વન ડેમાં જે ઇનિંગ રમી હતી તે બાદ તેનું નામ દુનિયાના દરેક ક્રિકેટ પ્રેમીની જીભે ચડી ગયું છે. ટર્નર આ આઇપીએલમાં સૌથી વધુ ચર્ચામાં રહેનારા વિદેશી ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેને રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં 50 લાખ રૂપિયા ખર્ચીને સામેલ કર્યો છે. ટર્નરની આ પ્રથમ આઇપીએલ છે. આ વર્ષે બિગ બેશ લીગમાં તેણે પર્થ સ્કોચર્સ તરફથી રમતા 14 મેચમાં 132ના સ્ટ્રાઇક રેટથી કુલ 378 રન બનાવ્યાં હતા.

રાશિદ ખાન

અફઘાનિસ્તાનનો આ સ્પિનર હાલ ટી-20માં નંબર વન બોલર છે. રાશિદ ખાન ઇપીએલમાં પોતાની શરૂઆતથી જ હૈદરાબાદ સાથે જોડાયેલો છે અને તેનું પ્રદર્શન પણ પ્રશંસનીય રહ્યું છે. રાશિદને હૈદરાબાદે મોટી રકમ આપીને રિટેન કર્યો છે. ફરી એકવાર ગત સીઝનમાં આઇપીએલના ફાઇનલમાં પહોંચનારી હૈદરાબાદની ટીમ માટે રાશિદ ખાને મહત્વની ભુમિકા ભજવતો નજરે આવશેચ.

શિમરોન હેટમાયર

વેસ્ટઇન્ડીઝનો આ ધુરંધર બેટ્સમેન પહેલીવાર આઇપીએલમાં પોતાનો દમ દેખાડવા રૉયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમવા ઉતરશે હેટમાયર ભારતીય ક્રિકેટ ફેન્સની નજરાં ગત વર્ષે ભારત સામેની વન ડે સીરીઝ દરમિયાન કમાલના પ્રદર્શન દ્વારા આવ્યો હતો. મીડલ ઓર્ડરના 22 વર્ષીય બેટ્સમેન હેટમાયરને બેંગલોરે 4.20 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે.

માર્ક્સ સ્ટોઇનિસ

આ વર્ષે બિગ બેશ લીગમાં સ્ટોઇનીસને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને 13 મેચમાં 533 રન ફટકાર્યા હતા. આ સીઝન માટે તેને બેંગલોરે પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને તે ટીમ માટે ઓલરાઉન્ડરની ભુમિકામાં જોવા મળશે. સ્ટોઇનિસ ઓપનર તો છે જ સાથે જે રી બોલીંગ પણ કરે છે. બેંગલોરે અત્યાર સુધી એકપણ આઇપેલનો ખિતાબ જીત્યો નથી. તેવામાં ટીમના આ સપનાને પુરુ કરવા માટે સ્ટોઇનિસ મહત્વની ભુમિકા ભજવશે.

Read Also

Related posts

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva

વિશ્વ કપ પહેલા જ બાંગ્લાદેશી ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ, ૧૬ છગ્ગાની મદદથી ફટકારી બેવડી સદી

Path Shah

‘ટ્વિંકલજી Twitterમાં મારી પર જ ગુસ્સો ઉતારે છે, ઘરમાં શાંતિ રહેતી હશે’, PM મોદીના નિવેદનનો કંઈક આવો આપ્યો જવાબ

Arohi