GSTV
Home » News » IPL-12: ચેન્નાઈને એક રનથી હરાવી મુંબઈ ચેમ્પિયન

IPL-12: ચેન્નાઈને એક રનથી હરાવી મુંબઈ ચેમ્પિયન

હાઈવોલ્ટેજ આઇપીએલ ફાઈનલના આખરી બોલ પર મલિંગાએ ચેન્નાઈના બેટ્સમેન શાર્દૂલ ઠાકુરને આઉટ કરતાં મુંબઈને એક રનથી દિલધડક વિજય અપાવ્યો હતો. આ સાથે જ મુંબઈએ સૌથી વધુ આઇપીએલ ટાઈટલ જીતવાની રેસમાં પણ ચેન્નાઈને પાછળ છોડી દેતાં ચોથી વખત ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.  જીતવા માટેના ૧૫૦ના ટાર્ગેટ સામે ચેન્નાઈ ૭ વિકેટે ૧૪૮ રન જ કરી શક્યું હતુ.  દિલધડક મુકાબલામાં ચેન્નાઈને જીતવા માટે આખરી ઓવરમાં ૯ રન કરવાના હતા અને વોટસન (૭૬) તેમજ જાડેજા (૪) ક્રિઝ પર હતા. આ તબક્કે તેણે શરૃઆતના ૩ બોલમાં ૪ રન આપ્યા હતા. જોકે ચોથા બોલ પર વોટસન રનઆઉટ થતાં બાજી પલ્ટાઈ હતી. પાંચમા બોલ પર ઠાકુરે બે રન કર્યા હતા. આખરી બોલ પર જીતવા માટે ચેન્નાઈને બે રનની જરૃર હતી, ત્યારે મલિંગાએ ઠાકુરને આઉટ કરતાં મુંબઈને જીત અપાવી હતી. મુંબઈની જીતમાં પોલાર્ડે ૨૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેઅણનમ ૪૧ રન ફટકારીને મહત્વનો ફાળો આપ્યો હતો. 

ચેન્નાઈએ પોઝિટીવ શરૃઆત બાદ અચાનક લય ગુમાવી

જીતવા માટેના ૧૫૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ચેન્નાઈને ડુ પ્લેસીસ અને વોટસનની જોડીએ પોઝિટીવ શરૃઆત અપાવી હતી. ડુ પ્લેસીસે ૧૩ બોલમાં ૨૬ રન ફટકાર્યા હતા અને ઓપનિંગ જોડીએ ૪ ઓવરમાં ૩૩ રનની ભાગીદારી કરી હતી. આ પછી વોટસન અને રૈનાએ ૩૭ રનની ભાગીદારી કરતાં સ્કોરને ૭૦/૧ સુધી પહોંચાડયો હતો. આ પછી અચાનક તેમણે લય ગુમાવી હતી અને માત્ર ૧૨ રનના ગાળામાં રૈના, રાયડુ અને ધોનીની મહત્વની વિકેટ ગુમાવી હતી. આ તબક્કે મુંબઈની ટીમ ઉત્સાહમાં આવી ગઈ હતી.

પોલાર્ડના ૨૫ બોલમાં ૪૧* : ચાહર-તાહીરની અસરકારક બોલિંગ

હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલની ફાઈનલમાં મુંબઈના બેટસમેનો પર ચેન્નાઈના બોલરોએ અસરકારક પકડ જમાવી રાખી હતી. જેના કારણે ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૯ રન કરી શકી હતી. ડી કૉક અને રોહિત શર્માની જોડીએ ૨૯ બોલમાં ૪૫ રન ફટકાર્યા હતા. જોકે ત્યાર બાદ તરત જ બોલરોએ ચેન્નાઈની સ્થિતિ મજબુત કરી હતી. ઠાકુરે ડી કૉકને અને ચાહરે રોહિતને આઉટ કર્યા હતા. મુંબઈ પર હાવી થયેલી ચેન્નાઈની ટીમે નિયમિત અંતરે વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. મીડલ ઓર્ડરમા ઇશાન કિશને ૨૩ અને હાર્દિક પંડયાએ ૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૦ બોલમાં૧૬ રન કર્યા હતા. પોલાર્ડે એકલા હાથે ઝઝૂમતા ૨૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૪૧ રન ફટકાર્યા હતા.ચેન્નાઈ તરફથી દીપક ચાહરે ૩ અને તાહીર-શાર્દૂલ ઠાકુરે ૨-૨ વિકેટ ઝડપી હતી. 

READ ALSO

Related posts

હુડ હુડ દબંગ પર એવા બની રહ્યાં છે મીમ્સ, સલમાનની થઈ ડાયનાસોર સાથે તુલના

Kaushik Bavishi

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ: દિલ્હીમાં એર પ્યોરિફાઇંગ ટાવર લગાવા માટે લેઆઉટ તૈયાર કરે

Bansari

ઓ બાપ રે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ શું કરી રહ્યાં છે, બે હાથમાં તલવાર લઇને ક્યાં નીકળ્યા!

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!