GSTV
Gujarat Government Advertisement

IPL 2019: પ્લેઑફમાંથી ટીમ બહાર શું થઇ, પ્રિતી ઝિંટાએ ધોનીને ખુલ્લેઆમ આપી દીધી આવી ધમકી!

Preity Zinta dhoni

આઇપીએલ 2019માં પ્રીતી ઝિંટાની ટીમ પંજાબની સફર પૂરી થઇ ચુકી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઇ આ વખતે પણ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. હાર-જીતના આ મિશ્રિત અનુભવ દરમિયાન બોલીવુડ એક્ટ્રેસે ચેન્નઇના કેપ્ટન ધોનીને ધમકી આપી દીધી.

પંજાબની કો-ઓનર પ્રીતી ઝિંટાએ મહેન્દ્ર સિંહ ધોની સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, કેપ્ટન કૂલના મારા સહિત અનેક ફેન્સ છે પરંતુ હવે હું તેમની નાનકડી દિકરીની ફેન બની ગઇ છું. હું તેમને જણાવી રહી છુ કે ધ્યાનથી રહેજો, હું તેને કિડનેપ પણ કરી શકું છું. પ્રીતી ઝિંટાએ ફેન્સને આ ફોટોને કેપ્શન આપવા પણ કહ્યું છે.

આઇપીએલ 2019માં પ્રીતી ઝિંટા સતત પોતાની ટીમને ચીયર કરતી જોવા મળી. પંજાબે ઉમદા પ્રદર્શન કર્યુ પરંતુ તે ટૉપ-4માં સ્થાન ન મેળી શકી. આ દરમિયાન પ્રીતી ઝિંટાના જોશમાં કોઇપણ પ્રકારની કમી જોવા ન મળી.

જો આ સીઝનમાં પંજાબના પ્રદર્શનની વાત કરીએ તો 14 મેચમાં 6 જીત અને 8 હાર સાથે પંજબા નીચેથી ત્રીજા નંબરે રહી. ક્રિસ ગેલનું આ સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!