GSTV
Home » News » IPL 2019: પંડ્યા બ્રધર્સ બાદ આ બે ભાઇઓની ધૂમ, ઑક્શનમાં થયો રૂપિયાનો વરસાદ

IPL 2019: પંડ્યા બ્રધર્સ બાદ આ બે ભાઇઓની ધૂમ, ઑક્શનમાં થયો રૂપિયાનો વરસાદ

અત્યાર સુધી IPLમાં મુંબઇના પંડ્યા બ્રધર્સનો જ સિક્કો ચાલતો હતો. મુંબઇ ઇન્ડિયન્સ માટે રમનાર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ ઘણી વખત પોતાની ટીમને વિજયી બનાવી. તેવામાં વધુ એક ભાઇઓની જોડી દુનિયાની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં છવાઇ જવા માટે તૈયાર છે. તેમનું નામ છે પંજાબના સિંહ બ્રધર્સ.

ગત મંગળવારે જ્યારે IPLનું ઓક્શન પૂર્ણ થયું ત્યારે આ સિંહ બ્રધર્સનો જલવો જોવા મળ્યો. જ્યારે ઓક્શન શરૂ થયું તો પટિયાલાના આ પરિવારને આશા હતી કે તેમના ઘરના બંને છોકરાઓને 8 ફ્રેન્ચાઇઝીઓમાંથી કોઇને કોઇ તો ખરીદી લેશે. બંને ભાઇઓને અલગ-અલગ ફ્રેન્ચાઇઝીઓએ પણ ખરીદી લીધા છે. પરંતુ વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરન સિંહ પર જ્યારે ફ્રેન્ચાઈઝીઓએ બોલી લગાવી ત્યારે પરિવારની ખુશીનો કોઇ પાર ના હતો. છેવટે 4.8 કરોડ રૂપિયાની બોલી લગાવીને કિંગ્સ XI પંજાબ પ્રભસિમરનને પોતાની ટીમમાં લેવામાં સફળ થઇ. તો તેના નાના ભાઇ અનમોલપ્રીત સિંહે પણ મુંબઇ ઇન્ડિયન્સને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, અનમોલ બેટ્સમેન છે.

પરિવારમાં જ છે ઇન્ટરનેશનલ ખેલાડી

અનમોલ અને પ્રભસિમરન બંને ભાઇઓ છે અને એક જોઇન્ટ ફેમિલીમાં રહે છે. અનમોલના પિતા સતવિંદર સિંહ હેંડબોલ ખેલાડી રહ્યા છે અને તેઓ ભારત માટે રમ્યા છે. વાસ્તવમાં સતવિંદર સિંહને ક્રિકેટની રમત અને તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કે તેમનો દીકરો અને ભત્રીજો ક્રિકેટર બને. પરંતુ છોકરાઓએ ક્રિકેટ જ પસંદ કરી. પરિવારમાં ત્રણ છોકરાઓ છે અને ત્રીજો દિકરો પણ ક્રિકેટમાં કરિયર બનાવી રહ્યો છે. હવે સતવિંદરને પણ બાળકોના ક્રિકેટ પસંદ કરવા પર ગર્વ છે.

સતવિંદર કહે છે, ”અમારા ઘરની પાછળ ફળિયામાં બે-બે હેન્ડબોલના ગોલ પોસ્ટ પડ્યા છે. પરંતુ છોકરાઓએ તેમને હટાવીને ક્રિકેટ નેટ્સ લગાવી દીધી. મને એક રમત તરીકે ક્રિકેટ ક્યારે પસંદ નહોતી. પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. હવે એમ જ કહી શકું છું કે અમારા પરિવાર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે. અમારા બંને સિવાય ત્રીજો દિકરો તેજપ્રીત પણ સારું કરી રહ્યો છે. 17 વર્ષીય તેજપ્રીત લેગ સ્પિનર છે અને તે પજાંબની અંડર 19 ટીમમાંથી રમી રહ્યો છે.”

જણાવી દઇએ કે IPLમાં અત્યાર સુધીની સિઝનમાં પઠાણ બ્રધર્સ અને પંડ્યા બ્રધર્સ ધમાલ મચાવી ચૂક્યા છે. પાછલી બે સિઝનથી IPLમાં પંડ્યા બ્રધર્સનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે, જે કારણે બંને ભાઇઓને દેશ માટે રમવાની તક મળી હતી. ત્યારે હવે આગામી સિઝનમાં વધુ એક ભાઈઓની જોડી રમતી જોવા મળશે.

Read Also

Related posts

લ્યો બોલો! અમદાવાદ રામભરોસે, ફાયર વિભાગ પાસે સ્ટાફ-સાધનોની આ છે સ્થિતી

Riyaz Parmar

પેરૂમાં જોરદાર ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ

Mansi Patel

રાજકોટ: સુરત અગ્નિકાંડ પછી મનપા તંત્ર જાગ્યુ, 90 ક્લાસીસ બંધ કરાવી અન્યોને નોટીસ પાઠવાઇ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!