GSTV

ફક્ત રૂ.15,000માં iPhone SE અને રૂ.20,000માં મળી રહ્યો છે iPhone 6, જાણો શું છે ઓફર

એપલે તાજેતરમાં જ પોતાના નવા iPhoneની કિંમતોમાં વધારો કર્યો છે. બજેટના કારણે iPhoneની કિંમતોમાં વધારો થયો છે કારણકે બજેટમાં ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. પરંતુ જો તમે ઓછી કિંમતે iPhone ખરીદવા માંગતા હોય તો તમારા માટે એક સોનેરી  તક છે.

એચડીએફસીએ ઇએમઆઇ આધારિત કેશબેક માટે એપલ સાથે પાર્ટનરશીપ કરી છે. તેના અંતર્ગત iPhoneના કેટલાક મોડલ્સ તમને ઓછી કિંમતે મળી જશે.

iPhone 6 અને iPhone SE પર 10,000 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. iPad 9.7 ઇંચ, iPad Pro અને  iPad Mini 4 પર પણ 10,000 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઓફર 9 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી માટે છે અને આ સેલનો લાભ એપલના સત્તાવાર સ્ટોર પરથી લઇ શકાશે.

26,000 રૂપિયાની કિંમતના iPhone SEના 32  જીબી વેરિએન્ટની કિંમત આ ઓફર દરમિયાન ફક્ત 19,000 રૂપિયા છે. આ સ્માર્ટફોનના 128 જીબી વેરિએન્ટની વાત કરીએ તો તેની કિંમત 35,000 રૂપિયા છે પરંતું આ ઓફર હેઠળ તમે આ ફોન 28,000 રૂપિયામાં ખરીદી શકો છો. જો કે કેટલાંક સ્ટોર્સમાં iPhone SEના 32 જીબી વેરિએન્ટમે ફક્ત 15000 રૂપિયામાં ખરીદી શકાશે.

9.7 ઇંચ iPad, iPad Mini 4 અને iPad Pro પર પણ 10,000 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. 9.7 ઇંચ iPadના 32જીબી વેરિએન્ટને તમે 18,000 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે iPad Pro ખરીદવા ઇચ્છો તો તેના પર પણ તમને 10,000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેશબેક ઇએમઆઇ ઓફર બજાજ ફિનસર્વ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ કેશબેક એચડીએફસી કોર્પોરેટ કાર્ડ્સ માટે માન્ય નથી.

 

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!