GSTV

OMG! iPhone પર મળી રહી છે 34 હજારની છુટ! ઝડપી લો ફરી નહીં મળે આવી તક

જો તમે પણ એપલ આઈફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારી ખબર છે. કંપનીનો હાલમાં જ લોન્ચ થયેલો લેટેસ્ટ ફોન Apple iPhone 11 Pro, iPhone 11 અને iPhone XR પર ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. એમેઝોન પર ચાલી રહેલ એપલ ડેઝ સેલમાં 99,900 રૂપિયાનો આ ફોન 93,900 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે કુલ 6 હજાર રૂપિયાની છુટ મળી રહી છે. એપલ ડેઝ સેલ 11થી 17 ફેબ્રુઆરીની વચ્ચે ચાલશે.

ત્યાં જ એપલ આઈફોન એક્સઆરના 64 જીબી ઈન્ટરનલ મેમરી વાળા મોડલ પર 32 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 76,900 રૂપિયાની કિંમતવાળો આ ફોન તમને 44,900 રૂપિયામાં મળશે. અને જો તમે આ મોડલનો 128 જીબી વર્જન ખરીદવા માંગો છો તો 34 હજાર રૂપિયાની છુટની સાથે તમને આ ફોન 47,000 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જશે. તેની વાસ્તવિક કિંમત 81,900 રૂપિયા છે.

મળશે એડિશનલ છુટ

આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર તમને એડીશનલ છુટ મળશે. જણાવી દઈએ કે iPhone 11 Pro અને iPhone 11ને એચડીએફસી બેન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 6 હજાર રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે જ્યારે iPhone XRને ICICI બેન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 1500 રૂપિયાનું ઈન્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ફોન્સને તમે ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો.

આઈફોન 11 પ્રોના ફીચર્સની વાત કરવામાં આવે તો iPhone 11 Proમાં 5.8 ઈન્ચના સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી રહ્યો છે. જેનુ રેઝોલુશન 2436×1125 પિક્સલ છે. આ આઈફોન 64GB, 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન્સની સાથે આવે છે. ફોનમાં A13 બાયોનિક ચિપસેટ આપવામાં આવ્યું છે. iPhone 11 Proમાં રિયર કેમરા સેટઅપ મળે છે. જેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ, 12 મેગાપિક્સલનો વાઈડ અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ નાઈટ મોડની સાથે મળે છે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!