GSTV
Auto & Tech Trending

ભારતમાં આ કિંમતે લોન્ચ થઈ શકે છે iPhone-9, જાણો તેનાં ફિચર્સ

મોટાભાગના સ્માર્ટફોન ચાહકોને Apple iphone વધુ પસંદ આવતા હોય છે. તો તેની કિંમતના કારણે લોકો ખરીદી પણ શકતા નથી. જોકે હવે સ્માર્ટફોન કંપની Apple સસ્તા iphone માર્કેટમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. સ્માર્ટફોન માર્કેટમાં દિવસે ને દિવસે સ્પર્ધાઓ વધતી જઈ રહી છે, જેને ધ્યાને રાખી હવે Apple ઓછા ભાવે આઈફોન લોન્ચ કરવાનું વિચારી રહી છે.

Apple iphone 9 થશે લોન્ચ અગાઉ એપલે iphone 8ની સાથે iPhone X પણ લોન્ચ કર્યો હતો, ત્યારે કંપનીએ iPhone 9ને લોન્ચ કરવાનું ટાળ્યું હતું. જોકે હવે ચર્ચા ચાલી રહી છે કે, કંપની IPhone 9ને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. જેથી iPhone SE 2ના વિસ્તાર તરીકે પણ જોઈ શકાય છે. માહિતી પ્રમાણે કંપની ભારત જેવા દેશને એટલા માટે ટાર્ગેટ કરે છે કારણ કે, આ પ્રકારના દેશમાં ઓછી કિંમતના આઈફોન વધારે લોકપ્રિય હોય છે અને તેનું વેચાણ પણ વધારે થાય છે.

Apple iphone 9ના ફિચર્સ

એક ટેક વેબસાઈટ પ્રમાણે iPhone 9 દેખાવમાં iPhone 8નું અપગ્રેડ વર્ઝન જેવું લાગે છે. આ સ્માર્ટફોનમાં 4.7 ઈંચની LED સ્ક્રીન પણ આપવામાં આવી છે, પરંતુ તેમાં પ્રોસેસર તે જ આપવામાં આવશે જે આ વર્ષે ફ્લેગશિપ iPhone માં મળશે. આ વર્ષે કંપની A13 Bionic Chip લોન્ચ કરશે.

iPhone 9

જો કે, iPhone 9માં ફેસ આઈડી ન આપી માત્ર ટચ આઈડી જ આપી શકે છે. iPhone 9માં સિંગલ રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે, પરંતુ સોફ્ટવેર થકી આ ફોનમાં પોર્ટેટ મોડ જેવા ફિચર્સ પણ આપવામાં આવશે. માહિતી પ્રમાણે, Apple એક જ પ્રકારના બેજલ્સ વાળા 8 અલગ-અલગ સાઈઝના iPhone ડેવલપ કરી રહી છે. જે ટેસ્ટિંગ બાદ ખબર પડશે કે, કંપની આગામી સમયમાં કેટલા આઈફોન લોન્ચ કરે છે.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV