Appleના આઇફોન 14 પ્રો મેક્સને ખરીદવો આજના સમયમાં એક મોંઘો સોદો સાબિત થઈ શકે છે ખાસ કરીને એવા લોકો માટે જેમની પાસે તેને ખરીદવાનું બજેટ નથી. કારણ કે આ આધુનિક ટેકનોલોજીવાળા ફોનની કિંમત લાખોમાં છે. તમને જણાવી દઈએ કે આ એક ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે અને કિંમત વધુ હોવા છતાં તેની ડિમાન્ડમાં કોઈ ઘટાડો થયો નથી.ઘણાં લોકો પાસે આ ફોન ખરીદવાનું બજેટ નથી તેઓ પણ સ્ટેટસ માટે તેના ડુબ્લિકેટ કહેતાં ફેક રેપ્લિકા મૉડલ ખરીદી શકે છે પરંતુ તેમાં ઓરીજીનલ જેવા કોઈ ફિચર્સ કામ આપતા નથી. આ માત્ર દેખાવટી હોય છે. જો કે, એક રીત એવી છે જેની મદદથી તમે ખૂબ જ સસ્તી કિંમતમાં આ આઇફોનનું મોડલ ખરીદી શકો છો.

આઇફોન 14 પ્રો મેક્સને રિનોવેટ કહેતાં નવિનીકરણ કરેલું મોડલ 20000થી લઈને 40000 રૂપિયા ઓછી કિંમતે ખરીદી શકાય છે. કહેતાં આવા નવિનીકરણ થયેલા ફોન મૂળ કિંમતથી આટલો સસ્તો મળી શકે છે. વાસ્તવમાં રિફર્બિશ્ડ મૉડલમાં કોઈ પ્રકારનું ડેમેજ થઈ જાય છે જે પછી કંપની તેને રીપેર કરીને માર્કેટમાં મોકલે છે. આવા ફોનના ફંક્શન અને ફિચર્સ મૂળ ફોનના જ હોય છે. પરંતુ નવિનીકરણ કહેતાં રિપેરિંગ થયા પછી તેની કિંમત ઘટી જાયછે. આવા ફોનમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લમ નથી હોતા પરંતુ રિફર્બિશ્ડ હોવાના કારણે કંપનીની પૉલિસી હેઠળ તેણે ઓછી કિંમતમાં વેચવામાં આવે છે.
ઘણી એવી વેબસાઇટ છે જ્યાં આવા રિફર્બિશ્ડ મૉડલ વેચવામાં આવે છે અને આ જ વેબસાઇટ્સ પર આઇફોનનો લેટેસ્ટ મૉડલ પણ લિસ્ટ કરવામાં આવે છે. ઓનલાઈન આવા ઘણા બધા પ્લેટફોર્મ છે જ્યાં તમને આવા મૉડલ ખરીદવા માટે મળી જશે અને તેના માટે તમારે ઘણી ઓછી કિંમત ચૂકવવી પડશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો