GSTV

iPhone 13 ખરીદનારાઓને જોરદાર ઝટકો! Apple બોક્સમાં ચાર્જરની સાથે સાથે નહીં મળે આ જરૂરી વસ્તુ

iPhone

Last Updated on September 18, 2021 by Bansari

Appleએ તાજેતરમાં જ iPhone 13 સહિત ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી. ગઇ કાલે એટલે કે 17 સપ્ટેમ્બરે ભારતમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxના પ્રી-ઓર્ડર શરૂ થઇ ચુક્યા છે અને એપ્પલ અનુસાર 24 સપ્ટેમ્બરથી તેનુ વેચાણ પણ શરૂ થઇ જશે. પોતાના નવા પ્રોડક્ટ્સ સાથે એપ્પલે iPhone 13 ની પેકેજિંગ વિશે પણ એક ઘોષણા કરી છે. ગત વર્ષની જેમ ચાર્જર અને ઇયરબડ્સ તો ફોન સાથે મળશે જ નહી પરંતુ આ વર્ષે iPhone 13 ના બોક્સમાંથી કંઇક બીજુ પણ ગાયબ છે. ચાલો તમને જણાવીએ કે આખરે આ વસ્તુ કઇ છે.

iPhone 13 ના બોક્સમાંથી આ વસ્તુ ગાયબ

એપ્પલે નિર્ણય લીધો છે કે આ વર્ષે તે iPhone 13 ના બોક્સ પર ચડેલુ પ્લાસ્ટિક કવર હટાવી રહ્યાં છે. Weiboની એક પોસ્ટમાં લોકોને આ નવા બોક્સની ઝલક જોવા મળી રહી છે. તેનો અર્થ એ થયો કે iPhoneના બોક્સ પર આજ સુધી જે ટ્રાન્સપરન્ટ લેયર હતું તે હવે નહી હોય.

હવે કેવુ પેકેજિંગ દેખાશે

જે પ્લાસ્ટિકનું લેયર લપેટવામાં આવતુ હતુ તેનાથી બોક્સ ખુલતી ન હતુ અને તેની અંદરનો સામાન સુરક્ષિત રહેતો હતો. હવે પ્લાસ્કિટના બદલે iPhone 13 ના ડબ્બાના ઢાકણને એક ટિયર ઓફ પેપર ટેપ ચોંટાડેલી હશે જેને ફાડીને બોક્સ ખોલી શકાશે. આ રીતે પેકેજિંગ સુરક્ષિત રહેશે અને અંદરની પ્રોડક્ટ પણ સુરક્ષિત રહેશે. બોક્સ પર એક સીલ પણ લગાવવામાં આવી રહ્યું છે જેથી તે જાણી શકાશે કે બોક્સ ક્યાંક પહેલાથી જ ખોલવામાં આવ્યું છે કે નહી.

iphone

શા કારણે લેવાયો આ નિર્ણય

પોતાના કીનોટમાં એપલે તે વાત જણાવી હતી કે એક કંપની તરીકે તે પ્રાકૃતિક સમસ્યાઓને સમજે છે અને પોતાની તરફથી પ્રકૃતિને સંરક્ષિત કરવા માટે પગલા લેવા માગે છે. એપ્પલનું કહેવુ છે કે iPhone 13 ના દરેક બોક્સ પરથી આ પ્લાસ્ટિક હટાવીને તેના બદલે કાગળવો ઉપયોગ કરીને તે 600 મેટ્રિક ટન પ્લાસ્ટિકથી બચી જશે. તે પ્રકૃતિને બચવવા તરફ એક મોટુ પગલુ છે. એપ્પલનું માનવુ છે કે 2025 સુધી તે પોતાના તમામ પ્રોડક્ટ્સની પેકેજિંગ પરથી પ્લાસ્ટિકનું નામોનિશાન હટાવી દેશે.

તમને જણાવી દઇએ કે ગત વર્ષે iPhone 12ના લોન્ચના સમયે એપ્પલે iPhoneના બોક્સમાંથી ચાર્જર અને ઇયરબડ્સને હટાવીને પોતાના સૌથી પાતળા iPhone બોક્સને લોન્ચ કર્યા હતા. હવે આ વર્ષે પણ 14 સપ્ટેમ્બરે પ્રોડક્ટસ લોન્ચ સમયે એપ્પલે પ્લાસ્ટિકને હટાવવાની ઘોષણા કરી છે.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!