GSTV

iPhone 13 / આજથી ભારતમાં મળતા થનારા ફોનમાં અધધધ… 1000 ગિગાબાઈટ જેટલી સ્ટોરેજ ક્ષમતા, અન્ય ફિચર્સ પણ છે આવા

Last Updated on September 17, 2021 by Lalit Khambhayata

આઈફોન સિરિઝનો લેટેસ્ટ ફોન આઈફોન-13ના ચાર મોટેલ લોન્ચ થયા છે. આજથી એટલે કે 17મી સપ્ટેમ્બરથી એ ભારતમાં પણ મળતા થયા છે. આ ફોનની કિંમત મોડેલ પ્રમાણે 70 હજારથી લઈને 1.80 લાખ સુધીની છે. આઈફોન વાપરવો એ જરૃરિયાત ઉપરાંત સ્ટેટસનો પણ વિષય છે. એટલે લોકો મોંઘી કિંમતે આ ફોન ખરીદવાનું પસંદ કરતા હોય છે. આઈફોન-13માં આઈફોન-11 કે આઈફોન-12 કરતા સુવિધા-ફિચર્સમાં ખાસ વધારો થયો નથી, તેનો અણગમો સોશિયલ મીડિયા પર વ્યક્ત થઈ રહ્યો છે. પરંતુ નવા ફોનમાં એપલે કેટલીક સુવિધાઓ આપી છે, જે ચર્ચાસ્પદ બની છે. આઈફોન-13ના કુલ ચાર મોટેલ છે અને મેમરી પ્રમાણે પેટા મોડલ્સની સંખ્યા તો ઘણી છે.

તમામની કિંમત નીચે મુજબ છે


iPhone 13 mini 128GB Rs. 69,900
iPhone 13 mini 256GB Rs. 79,900
iPhone 13 mini 512GB Rs. 99,900
iPhone 13 128GB Rs. 79,900
iPhone 13 256GB Rs. 89,900
iPhone 13 512GB Rs. 1,09,900
iPhone 13 Pro 128GB Rs. 1,19,900
iPhone 13 Pro 256GB Rs. 1,29,900
iPhone 13 Pro 512GB Rs. 1,49,900
iPhone 13 Pro 1TB Rs. 1,69,900
iPhone 13 Pro Max 128GB Rs. 1,29,900
iPhone 13 Pro Max 256GB Rs. 1,39,900
iPhone 13 Pro Max 512GB Rs. 1,59,900
iPhone 13 Pro Max 1TB Rs. 1,79,900

• આઈફોન-13માં બેટરી મોટી છે, એવો કંપનીએ દાવો કર્યો છે, પણ મોટી એટલે ખરેખર કેવડી તેના આંકડા જાહેર કર્યા નથી.

• આઈફોન-13માં સૌથી મોટી આકર્ષક સુવિધા હોય તો એ મેમરી-સ્ટોરેજ ક્ષમતા છે. સૌથઈ મોંઘા મોડેલમાં 1 ટીબી (1000 ગિગાબાઈટ)ની ક્ષમતા છે. સામાન્ય લેપટોપ કે કમ્પ્યુટરમાં પણ 500 જીબીની સ્ટોરેજ ક્ષમતા હોય છે. તેના કરતા એપલના આઈફોન-13માં ડબલ ક્ષમતા છે. તેના કારણે ભારતમાં કિંમત પણ 1.80 લાખ જેટલી અસાધારણ છે.
• આ ફોન 5જી સુવિધા સાથે કનેક્ટ થઈ શકે એવો છે.

• ચારેય મોડેલમાં તમામ પ્રકારના કેમેરા 12 મેગાપિક્સેલના જ છે. ફ્ર્ન્ટ કે રિઅર.. 12 મેગાપિક્સેલથી વધારે કેમેરા નથી. મિનિ મોડેલમાં 3 અને પ્રો તથા મેક્સ મોડેલમાં 4 કેમેરા છે. પરંતુ કેમેરાની ટેકનોલોજી આધુનિક છે. બે વ્યક્તિનો ફોટો પાડવાનો હોય તો તેના ચહેરા ઓળખીને કેમેરા આપેઆપ જ એટલો ભાગ ક્લિયર રીતે કેપ્ચર કરે છે.

• પ્રોમોશન અને સિનેમેટિક વિડીયો એ બે ટેકનોલોજી આઈફોનના કેમેરાને વધારે સમૃદ્ધ બનાવે છે. તેનાથી ફોટો-વિડીયો વધારે ક્લેરિટી સાથે લઈ શકાશે. આઈફઓનનો દાવો છે કે ફિલ્મ શૂટિંગ જેવુ શૂટિંગ તેના કેમેરાથી થઈ શકે છે. તેના કારણે માઈક્રો ફોટોગ્રાફી, નાઈટ ફોટોગ્રાફી, મોશન ફોટોગ્રાફી વગેરે સરળતાથી કરી શકાશે.

• 6.7 ઈંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ડિસપ્લે વળી ઓએલઈડી (ઓર્ગેનિક લાઈટ એમિટિંગ ડાયોડ) પ્રકારનો છે. જેનાથી પિક્ચર ક્વોલિટી સારી દેખાશે એવો કંપનીનો દાવો છે.

• 13 સિરિઝના બધાના પ્રોસેસર સરખા છે. માટે સ્ટોરેજ સિવાય સવલતમાં ખાસ ફેરફાર નથી.

• પાંચ કલરમાં ઉપલબ્ધ, પણ દેખાવ આઈફોન12 કરતા ખાસ અલગ નથી એટલે લોકો ખાસ પ્રભાવિત નથી, માટે એના મિમ્સ બની રહ્યા છે. આઈફોન મિનિના પાંચ કલરમાં Pink, Blue, Midnight, Starlight અને Product Redનો સમાવેશ થાય છે. જ્યારે આઈફોન પ્રો અને આઈફોન મેક્સ ચાર કલર Sierra Blue, Silver, Gold અને Graphiteમાં ઉપલબ્ધ છે.

ALSO READ

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!