GSTV

આઇફોન 6 પછી આઇફોન 12 સૌથી વધુ વેચાશે, જાણો આ પહેલાના ક્યાં મોડેલોના વેચાણમાં થયો હતો વધારો

Last Updated on October 21, 2020 by Mansi Patel

તાઇવાનમાં આગાહી કરવામાં આવી છે કે એપલનો નવીનતમ આઈફોન 12 તેના આઇફોન 6 અને આઇફોન 6 પ્લસ કરતા વધુ વેચશે. ઇકોનોમિક ડેઇલી ન્યૂઝ અનુસાર ફોક્સકોન અને પેગાટ્રોન ઉત્પાદન લાઇન પર કામ કરતા કામદારો માટે વધુ બોનસની જાહેરાત કરી ચૂક્યા છે, જેનાથી તેઓ આઇફોન 12 ની માંગને પહોંચી વળવા વધુ ઉત્પાદન કરશે. આનું કારણ એ છે કે આઇફોન 12 અને આઇફોન 12 પ્રો માટે ઘણાં એડવાન્સ ઓર્ડર આવી ગયા છે.

આ કારણે બન્યા હતા લોકપ્રિય

2014માં લોન્ચ થયેલા આઇફોન અને આઇફોન પ્લસ તેમની અનુક્રમે 4.7 અને 5.5 ઇંચની સ્ક્રીનોને કારણે ખૂબ જ લોકપ્રિય હતા અને એપલે આ બંને ફોનના કુલ 13.5 કરોડ યુનિટ વેચ્યા હતા. એપલે હવે પોતાનો લેટેસ્ટ આઈફોન 12 લોન્ચ કર્યો છે, જે 5 જી કનેક્ટિવિટીથી સજ્જ છે. આમ જ્યારે પણ આઈફોન પોતાનો નવો શોધાયેલો અને નવી ટેકનોલોજી સાથે ફોન બજારમાં આવતો રહ્યો છે ત્યારે તેને ખરીદવા માટે એપલ સ્ટોરની બહાર અમેરિકામાં પણ લાંબી લાઈનો લાગતી રહી છે.

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!