GSTV
Gujarat Government Advertisement

VIDEO: iPhone 12 Pro ની ડિઝાઈન થઈ લીક, જાણો શું છે ફીચર્સ અને કિંમત

apple

Last Updated on September 15, 2020 by Mansi Patel

Apple Inc. આગામી દિવસોમાં 15 સપ્ટેમ્બરના રોજ એક ઈવેન્ટનુ આયોજન કરી રહી છે. આ ઈવેન્ટને લઈને ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે, કંપની હાલમાં iPhone 12 સીરીઝને લોન્ચ કરશે. જોકે, કંપની iPad, નવી એપલ વોચ અને iOSના સૌથી લેટેસ્ટ વર્ઝન વિશે જાણકારી આપશે. આ વચ્ચે કંપની માટે iPhone 12ની જાણકારી લીક થવાથી બચાવવા માટે સખત મહેનત કરવી પડશે.

iPhone 12 ની એક ઝલક દેખાઈ

હાલમાં જ એક લીક વીડિયોમાં iPhone 12 ની એક ઝલક દેખાઈ છે. આ વીડિયોને જોયા બાદ અંદાજ લગાવવામા આવી શકે છે કે, iPhone 12 Pro ગ્રાહકો માટે ડિઝાઈનના મામલામાં પેશકશ થઈ શકે છે. ખરેખર EverythingApplePro નામથી એક ટ્વિટર હેન્ડલ પર એક નાનો એવો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં iPhone 12 Pro ની શેલ વિશે જાણકારી મળે છે. આ વીડિયોથી iPhone 12 Pro ની માત્ર ડિઝાઈન જ નહી, પરંતુ તેમાં કેમરા પ્લેસમેન્ટ વિશે પણ જાણકારી મળે છે.

કેવુ હશે કેમરા સેટઅપ?

આ વીડિયોમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે આપણે iPhone 12 Pro માં ટ્રિપલ કેમરા સેટઅપની આશા કરી શકે છે. તે સિવાય Apple LiDar સેંસરની સાથે પણ તેને પેશ કરી શકે છે. જણાવી દઈએ કે, આ સેંસર કંપની દ્વારા સૌથી લેટેસ્ટ iPad Pro માં પણ આપવામાં આવ્યુ છે.

સાઈડમાં હશે મેટલ બેન્ક

આ વીડિયોમાં પ્રમાણે, iPhone 12 Pro ની સાઈડ બિલકુલ ફ્લેટ હશે. જણાવી દઈએ કે, iPhone 6 થી પહેલાના વર્ઝનમાં આવી જ ફ્લેટ સાઈટ જોવા મળે છે. ફોનની ચારે તરફ મેટલનું એક ફ્લેટ બેન્ડ છે. આ બેન્ડમા વોલ્યુમ, પાવર અને અલર્ટ સ્લાઈડર હશે. વીડિયોમાં વ્હાઈટ કલરનો છે. એવામાં આશા છે કે, કંપની આ હિસાબ મેટલ બેન્ડના કલરમાં પણ ફેરફાર કરી શકે છે.

ઘણી મીડિયા રીપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષ ઓક્ટોબરમાં જ iPhone લોન્ચ થશે. આ વચ્ચે કંપની 15 સપ્ટેમ્બરના રોજ નવી એપલ વોચ માટે ઈવેન્ટનું આયોજન કરી રહી છુ. જેમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ જાણકારી આપવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!