GSTV
Gujarat Government Advertisement

કામનું/ રૂપિયા 8 હજારની છૂટ પર મળશે iPhone નું આ આકર્ષક મૉડલ, જલ્દી કરો નહીં તો ફરી આવો મોકો નહીં મળે

Last Updated on June 11, 2021 by Karan

જો તમે નવો આઇફોન ખરીદવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો તો અમે તમારી માટે એક શાનદાર ઓફર લઇને આવ્યાં છીએ. આઇફોન 12 મિની પર બમ્પર છૂટ મળી રહી છે અને તમે આ ફોનને ઓછી કિંમતમાં પોતાનો કરી શકો છો. મિની વર્ઝન આઇફોનનો એક નાનો વેરિઅન્ટ છે કે જે તમારા હાથોમાં સારી રીતે ફીટ થઇ જાય છે. આઇફોન 12 લાઇનઅપમાં તે સૌથી સસ્તો ફોન છે. એવામાં હવે અમેઝોન ડીલમાં આ ફોન પર 8000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે તમે જો કોઇ ફોન એક્સચેન્જ કરો છો તો તમને રૂપિયા 11 હજાર સુધીની છૂટ મળી શકે છે.

આઇફોન 12 મિનીને અમેઝોન પર 69,900 રૂપિયામાં વેચવામાં આવી રહેલ છે. પરંતુ ડિસ્કાઉન્ટ બાદ હવે આ ફોનની કિંમત રૂપિયા 61,900 છે. અહીં તમારે ધ્યાન રાખવાનું એ રહેશે કે, તે માત્ર 64 GB મોડલ માટે છે કે જે તેનું બેસ મોડલ પણ છે. પરંતુ શું તે તમારી માટે એક બેસ્ટ ડીલ છે અને તમારે આ ફોન ખરીદવો જોઇએ. તો અહીં જાણીશું…

શું છે ખાસ ?

આઇફોન 12 મિનીની જે સ્ક્રીન સાઇઝ છે તે નાની છે કે જે 5.4 ઇંચની ડિસ્પ્લે છે. એટલે કે, તે તમારા હાથોમાં વધારે આરામદાયક અને કોમ્પૈક્ટ ફીલ આપે છે. પરંતુ જો તમને તેની પર કન્ટેન્ટ દેખાશે તો બની શકે કે તમને તે નાનું દેખાય. ઓટીટી પ્લેટફોર્મ આવવાના કારણે હવે સ્માર્ટફોનની સાઇઝ પણ ઘણી વધારે મોટી થઇ ગઇ છે.

આઇફોન 12 એક લેટેસ્ટ સીરીઝ છે અને કંપનીએ આ સીરીઝને વધારે ઉત્તમ ફીચર્સ સાથે અપગ્રેડ કરી છે

61,000 રૂપિયામાં આ એક બેસ્ટમાં બેસ્ટ ડીલ છે તો સાથે તે એન્ડ્રોઇડ ફોન કરતા પણ વધારે બેસ્ટ ફોન છે. આઇફોન 12 એક લેટેસ્ટ સીરીઝ છે અને કંપનીએ આ સીરીઝને વધારે ઉત્તમ ફીચર્સ સાથે અપગ્રેડ કરી છે. જો કે, અહીં તમારે બેટરીની લઇને થોડીક મુશ્કેલી આવી શકે છે કારણ કે, તેની બેટરી 2227mAh ની છે. એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે, સિંગલ ચાર્જ પર આ ફોન 7 કલાક સુધી ચાલે છે. એવામાં અંતમાં હવે તમારે જ આ મામલે નિર્ણય લેવાનો છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ તમારી માટે એક સારી ડીલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લૂંટેરી દુલ્હન / અઢી લાખ રૃપિયા આપી લગ્ન કર્યા પછી ખબર પડી યુવતિ પરિણીત છે!

Damini Patel

અવળી ગંગા / પત્નીએ પતિને કહ્યું, મારી સાથે તમારે રહેવું હોય તો પહેલા અડધા ખોખાનો બંદોબસ્ત કરો

Bansari

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!