GSTV
Home » News » Apple iPhone-11 આવતીકાલે થશે લૉન્ચ, ફિચર્સ જોશો તો લેવાનું મન થઇ જશે

Apple iPhone-11 આવતીકાલે થશે લૉન્ચ, ફિચર્સ જોશો તો લેવાનું મન થઇ જશે

અમેરિકાની મોબાઈલ કંપની એપલ આવતી કાલે તેનો નવો ફોન આઈફોન-૧૧ લોન્ચ કરી રહી છે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે એપલ સ્પેશિયલ ઈવેન્ટની શરૂઆત થશે.  કંપની તેનો આ ફોન કલિફોર્નિયાના કપરટિનોમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં લોન્ચ કરશે. આ આઈફોન-૧૧, આ ઉપરાંત આઈફોન ૧૧ પ્રો અને આઈફોન ૧૧ પ્રો મેક્સ પણ માર્કેટમાં રજૂ કરવામાં આવશે.

એપલ આઈફોન-૧૧ પ્રો અને આઈફોન-૧૧ પ્રો મેક્સ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે જોવા મળશે. આ ઉપરાંત થર્ડ સેન્સર વાઈડ એંગલની સુવિધા પૂરી પાડશે. તેમજ આઈફોન-૧૧ અન્ય નવા સુધારાઓ સાથે વિડિયો શૂટિંગ માટે ઓપ્ટિમાઈઝેશન પણ લાવશે.

આઈફોન એક્સઆરમાં પાછળના ભાગમાં એડિશનલ કેમેરો પણ આપવામાં આવશે. ફાસ્ટર ફેસ આઈડી એપલ આઈફોન-૧૧ સિરીઝમાં ફેસ આઈડીને વધું ઝડપી અને વધું સારી બનાવવાની પણ કામગીરી કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, લો લાઈટ સેટિંગમાં ફેસ આઈડી વધું કાર્યક્ષમતાથી કામ કરશે. આ ઉપરાંત કંપની મલ્ટિ એંગલ સેન્સરને પણ સામેલ કર્યું છે, જેથી વપરાશકર્તાઓને ફોનને નોન-હોરિઝોન્ટલ એંગલથી અન-લોક કરવો સરળ બને.

આ ફિચર્સ ગૂગલ પિક્સલ-૪ જેવું જ લાગી રહ્યું છે. રિવર્સ વાયરલેસ ચાર્જિંગ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી વર્ષોથી આસપાસ જોઈ રહ્યા છે.

 સેમસંગ અને હ્યુઆવેઇ જેવી બ્રાન્ડ્સ ન્યૂ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીનો પ્રયોગ કરી રહ્યા છે, જે ફોનને ટર્ન કરતાં ચાર્જિંગ પેડમાં ફેરવાય જાય છે. સેંમસગ તેના પ્રીમિયમ ફોન ગેલેક્સી એસ-૧૦ અને નોટ-૧૦માં આ સુવિધા પૂરી પાડી રહી છે.

Read Also

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!