GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

Appleએ લોન્ચ કર્યો iPhone 11, કિંમત જાણીને જ ફોન લેવાનું માંડી વાળશો

iPhone 11

એપલે  iPhone 11ને લોન્ચ કર્યો છે. આ સાથે Series 5 Watch,   Apple Arcade, Apple TV Plus અને નવા iPad લોન્ચ પણ કરવામાં આવ્યા છે. એપલે ત્રણ ફોન લોન્ચ કર્યા છે. જેમા iPhone 11 Pro Maxમાં સૌથી મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં Super Retina XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. iPhone 11ની કિંમત 699 ડૉલરથી શરૂ થાય છે.

ભારતમાં તેની કિંમત 64 હજારથી શરૂ થાય છે.  જ્યારે iPhone 11 Pro Maxની કિંમત 1 હજાર 99 ડૉલરથી શરૂ થાય છે. કંપનીએ હંમેશાની જેમ આ વખતે પણ કહ્યું છે કે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ આઇફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. iOS 13 ફોટો એડિટિંગ ફીચર આપવામાં આવ્યું છે. iPhone 11માં 2 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમા બેકમાં 12-12 મેગાપિક્સલના કેમેરા છે.

iPhone 11 Pro માં 5.8 ઇંચની ડિસ્પ્લે હશે. ત્યારે, iPhone Pro Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.  આ ઉપરાંત કંપનીએ   10.2 ઇંચવાળા iPadને લોન્ચ કર્યુ છે. જેમા રેટિના ડિસ્પ્લે અને A10 ફ્યૂજન ચિપસેટ આપવામાં આવી છે. આ નવા iPadની કિંમત 23 હજાર 600 રૂપિયા છે.

એપલે Watch Series 5 લોન્ચ કરી છે. નવી એપલ વૉચમાં બિલ્ટ-ઇન કંપસ હશે. એપલનો દાવો છે કે સીરીઝ 5 વૉચની બેટર લાઇફ 18 કલાક હશે. Apple TV Plusનું સબ્સક્રિપ્શન 5 ડૉલર મહિને થશે. આ 100થી વધુ દેશમાં ઉપલબ્ધ હશે. જે યૂઝર્સ એપલ કમ્પ્યૂટિંગ ડિવાઇઝ ખરીદશે, તેમને એક વર્ષનું એપલ TV Plus સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

Read Also

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!