GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

એપલે ફોનની કિંમતોમાં કર્યો સૌથી મોટો ઘટાડો, 17 હજાર સુધી સસ્તો થઈ ગયો iPhone 11

iPhone 11

એપલે ચીનમાં પોતાના iPhone 11ની સીરીઝની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. ચાઈનીઝ ટેક્નોલોજી પબ્લિકેશન MyDrivers ના રિપોર્ટ અનુસાર, ચીનના ઘણા ઈ-કોમર્સ પોર્ટલ્સ પર આઈફોન 11 સીરીઝની કિંમતને 500થી 1600 યુઆન સુધી ઘટાડી દેવામાં આવ્યા છે. તેનો સીધો મતલબ છે કે આ સ્માર્ટફોનની કિંમતમાં 5000થી 17000 રૂપિયા સુધી કિંમત ઓછી થઈ છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝમાં ત્રણ સ્માર્ટફોન iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max આવે છે.

iPhone 11

ચીનમાં આટલી છે iPhone 11ની કિંમત

 રિપોર્ટ અનુસાર, ચીનમાં અત્યાર સુધી આઈફોન 11ની કિંમત 4,999 યુઆન લગભગ 53,900 રૂપિયા છે અને ટોપ વેરિએન્ટ આઈફોન 11 પ્રો મેક્સની કિંમત 11,099 યુઆન થઈ ગઈ છે. ભારતની વાત કરવામાં આવે તો અહીં આઈફોન 11ની કિંમત 68,300 રૂપિયા અને આઈફોન 11 પ્રો મેક્સના ટોપ વેરિએન્ટની કિંમત 1,50,800 રૂપિયા છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી પ્રાઈઝ લિસ્ટ પર નજર કરીએ તો ચીનમાં આઈફોન 11ની કિંમત 500 યુઆન, આઈફોન 11 પ્રોની કિંમત 1200 યુઆન અને આઈફોન 11 પ્રો મેક્સની કિંમત 1700 યુઆન ઘટી ગઈ છે. ત્યાં જ ચીનના મુકાબલે ભારતમાં આઈફોન 11 સીરીઝની કિંમતમાં ખૂબ અંતર આવી ગયું છે.

iPhone 11

શું ભારતમાં પણ ઘટશે કિંમત?

એપલ માટે ચીન એક મહત્વપૂર્ણ માર્કેટ છે. કોરોના વાયરસના પ્રકોપ બાદ ચીનમાં હવે જીવન ફરી પાટા પર આવતુ જોવા મળી રહ્યું છે. અહીં કિંમતોમાં ઘટાડો કરીને એપલ પોતાની સેલ ઝડપથી શરૂ કરવા ઈચ્છી રહ્યું છે. જેથી આઈફોન 11ની ઈન્વેન્ટરી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જાય અને આઈફોન 12 માટે જગ્યા બનાવવામાં આવે. જોકે જોવાનું એ રહેશે કે લોકડાઉન ખતમ થયા બાદ શુ ભારતમાં પણ એપલ પોતાની કિંમતોમાં ઘટાડો કરશે?

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!