GSTV
Home » News » iPhone 11 સીરીઝના કેમેરામાં એવુ તો શું છે ખાસ જાણો, ત્રણ કેમેરાથી શું શું થશે

iPhone 11 સીરીઝના કેમેરામાં એવુ તો શું છે ખાસ જાણો, ત્રણ કેમેરાથી શું શું થશે

દુનિયામાં આર્થિક સુસ્તીની વચ્ચે એપલ કંપનીએ પોતાની આઈફોન 11 સીરીઝના iPhone, iPad અને નવા સ્માર્ટ વોચને લોન્ચ કર્યો છે. નવો iPhone 11,  iPhone 11 Pro અને  iPhone 11 pro max શામેલ છે. લોન્ચિંગ દરમિયાન એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું કે iPhone XR વર્ષ 2018નો બેસ્ટ સેલિંગ સ્માર્ટ ફોન છે. ફોન્સની ખાસિયત એ જણાવી છે કે તેના કેમેરાની એક સાથે ઘણા પ્રકારના ફોરમેટમાં વીડિયો રેકોર્ડ કરી શકે છે.

iphone 11 pro camera specs

આ સિવાય તેમની પાસે ટેલિફોટો, અલ્ટ્રા વાઇડ અને નવા નાઇટ મોડ પણ છે, જેની મદદથી તેમના કેમેરા ઓછા પ્રકાશમાં પણ સુંદર ફોટાઓ લઈ શકે છે. તેમના પ્રોસેસર અગાઉના આઇફોન્સ કરતા પણ સારા છે. એટલે કે, આ ફોન પહેલા કરતા વધુ ઝડપથી કામ કરશે. એપલના જણાવ્યાં મુજબ તેમની બેટરી પણ પહેલા કરતા વધુ સારી છે અને લોંચ કરેલા આઇફોન ચાર કે પાંચ કલાક વધુ કામ કરશે.

iPhone 11

કેલિફોર્નિયાના કૂપર્ટીનોમાં એક ભવ્ય કાર્યક્રમમાં જ્યારે એપલના સીઈઓ ટીમ કૂકે એક સાથે ત્રણ મોબાઇલ ફોન લોંચ કર્યા, ત્યારે તેણે કહ્યું કે તે ઘણી સુવિધાઓ સાથે સંપૂર્ણપણે નવી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. આ ફોન વોટર પ્રૂફ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. આઇફોન 11 પ્રોમાં 5.8 ઇંચની સ્ક્રીન છે. આઇફોન 11 પ્રો મેક્સમાં 6.5 ઇંચની સ્ક્રીન છે. બંને મોબાઇલમાં સ્ક્રીન રિઝોલ્યુશન 458ppi છે. ડિસ્પ્લેનું નામ સુપર રેટિના રાખવામાં આવ્યું છે.

iPhone 11 Pro

ટ્રિપલ કેમેરા ટેક્નોલોજી સાથે કંપનીએ આઇફોનને પહેલીવાર લોન્ચ કર્યો છે. તેમાં 12-મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરો, 12-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરો, વધુ સારી ઝૂમ માટે ટેલિફોટો કેમેરો પણ છે. આ સાથે iPhone 11 માં iPhone XR માંથી એક કલાક વધુ બેટરી બેકઅપ પણ મળશે. આઇફોન 11મા નાઇટ મોડ અને વીડિયો રેકોર્ડિંગ પણ 60 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરે આપવામાં આવ્યા છે.

iphone 11 pro camera specs

છેલ્લા કેટલાક વર્ષોમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ઘણું કામ કરવામાં આવ્યું છે. ડ્યુઅલ કેમેરાને બદલે કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ ટેકનીકની મદદથી મોબાઇલ ફોન્સની ક્ષમતા અને તેમનું પ્રદર્શન વધી જાય છે. હાઇ સ્પીડ મોનોક્રોમ સેન્સર અને વધુ સારી લાઈટ સંવેદનશીલતા ટેકનીકની મદદથી આ ટ્રિપલ કેમેરો ઓછા પ્રકાશમાં પણ સ્પષ્ટ ફોટાઓ લઈ શકે છે. તે જ સમયે વાઈડ એંગલ ટેકનીક બેકગ્રાઉન્ડની તુલનામાં ફોટામાં ચહેરો હાઈલાઈટ કરવામાં ખૂબ ઉપયોગી છે.

READ ALSO

Related posts

…પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

Kaushik Bavishi

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!