GSTV
Auto & Tech Trending

Electric Vehicle / ઇલેક્ટ્રિક વ્હીકલ માલિકો ટેન્શન ફ્રી થઈ જાવ! આ કંપની આગામી 3 વર્ષોમાં લગાવશે 10 હજાર EV ચાર્જિંગ

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે IOC આગામી ત્રણ વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનો એટલે EV માટે 10 હજાર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. કંપની 2070 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનના દેશના લક્ષ્ય હેઠળ ઉર્જામાં ફેરફારની તૈયારીમાં છે. IOCના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ બુધવારે આ જાણકારી આપી છે.

Electric Vehicle

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સીઓપી-26 દરમિયાન 2070 સુધી ભારત માટે શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યની જાહેરાત કરી હતી. ભારત હાલ વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરવાના મામલે ત્રીજા ક્રમે છે.

શું હોય છે શૂન્ય કાર્બન ઉત્સર્જન

શૂન્ય કાર્બન ઉત્સર્જનનો અર્થ છે કે કોઈ દેશ જેટલું કાર્બન ઉત્સર્જન કરશે, તેટલું જ નવું કાર્બન સિંગ (જેમ કે જંગલ)નું નિર્માણ કરશે.

વધી રહ્યું છે દેશનું ઉર્જા ક્ષેત્ર

વૈદ્યએ જણાવ્યું કે IOCનું માનવું છે કે પેટ્રોલ અને ડીઝલ જેવા જીવાશ્મ ઈંધણ આગામી કેટલાક દાયકામાં ભારતની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરવામાં એક પ્રમુખ ભૂમિકા નિભાવતા રહેશે, કંપની ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા અને ગ્રાહકોને એક સતત રફ્તારને લઇ વિશ્વાસ અપાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશનું ઉર્જા ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. આપણે એક સ્થિર અર્થવ્યવસ્થા નથી. એકંદરે, આપણો ઉર્જા આધાર વિસ્તરી રહ્યો છે અને તેથી ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે તમામ પ્રકારના ઇંધણની જરૂર પડશે.

પેટ્રોલ પંપો પર સ્થાપિત કરવામાં આવશે ચાર્જિંગ સ્ટેશન

વૈદ્યએ જણાવ્યું કે IOCની યોજના દર 25 કિલોમીટરે 50 કિલોવોટના EV ચાર્જિંગ સ્ટેશન અને દર 100 કિલોમીટર પર 100 કિલોવોટના હેવી-ડ્યૂટી ચાર્જર સ્થાપિત કરવાની છે, જેથી ગ્રાહકોને તેમના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવામાં સરળતા રહે. આ ચાર્જિંગ સ્ટેશન દેશભરના પેટ્રોલ પંપો પર સ્થાપવામાં આવશે.

Read Also

Related posts

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth
GSTV