GSTV

Corona ઇફેક્ટ: ટોક્યો ઓલંપિક સ્થગિત, IOCના સભ્યનો દાવો

IOC

Corona વાયરસના દુનિયાભરમાં વધી રહેલા પ્રકોરને ધ્યાનમાં લેતચાં અનેક મોટા ખેલ આયોજન, સમારોહ અને કાર્યક્રમો રદ અથવા તો સ્થગિત કરવામાં આવી રહ્યાં છે અને હવે તેની અસર દુનિયાના સૌથી મોટા ખેલ આયોજન ઓલંપિક ગેમ્સ પર પણ પડતી નજરે આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ (IOC)ના એક સભ્યએ દાવો કર્યો છે કે આ વર્ષના મધ્યમાં આયોજિત ઓલંપિક ગેમ્સને ટાળી દેવામાં આવી છે.

IOCના સભ્યએ કર્યો આ દાવો


આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ એટલે કે IOCના વરિષ્ઠ સભ્ય ડિક પાઉન્ડે દાવો કર્યો છે કે ટોક્યો ઓલંપિકને સ્થગિત કરી દેવામાં આવી છે અને હવે આગામી વર્ષ (2021માં) ખેલોના આ મહાકુંભનું આયોજન કરવા અંગે નિર્ણય લેવાશે. ડિક પાઉન્ટ એક કેનેડિયન નાગરિક છે અને કેનેડા આ વર્ષે ઓલંપિકમાંથી હટી જનાર પ્રથમ દેશ છે.

નિશ્વિત સમયે નહી આયોજાય ઓલંપિક

ટોક્યો ઓલંપિકના આયોજનને લઇને IOCએ પણ અત્યાર સુધી કોઇ સત્તાવાર ઘોષણ નથી કરી કે ઓલંપિક સ્થગિત કરવામાં આવ્યો છે, જો કે તે સ્પષ્ટ રૂપે સંકેત આપે છે કે તે આગામી ચાર અઠવાડિયાઓની પરિસ્થિતીઓ પર આધાર રાખશે. તે બાદ નવી તારીખોની ઘોષણા કરવામાં આવશે.

ડિક પાઉન્ડે એક ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જાણકારીના આધારે IOCએ તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેના માટે કયા પ્રકારના પેરામીટરનો ઉપયોગ કરવામાં આવશે, તે નિશ્વિત નથી પરંતુ સ્પષ્ટરૂપે સાફ છે કે 24 જુલાઇએ ઓલંપિક ગેમ્સનું આયોજન નહી થાય. તેમણે કહ્યું કે તે અનેક ચરણોમાં આયોજિત કરવામાં આવશે. અમે તેને સ્થગિત કરી દઇશું અને તેને આગળ વધારવાના તમામ પ્રભાવોનો ઉકેલ લાવવાનું શરૂ કરી દઇશું. જે ઘણું મુશ્કેલ છે.

કોરોના મહામારીને પગલે વિશ્વભરના મોટાભાગના એથ્લીટ્સ, કેટલાક દેશોની ઓલિમ્પિક સમિતિઓ તેમજ વિવિધ રમતના સંગઠનો ટોકિયો ઓલિમ્પિકને સ્થગિત કરવાની માગ કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ૨૪મી જુલાઈએ જ ઓલિમ્પિકનો પ્રારંભ કરવા મક્કમ લાગતાં ટોકિયો ઓલિમ્પિકના આયોજકો હવે નરમ પડયા છે. ટોકિયો ઓલિમ્પિક સમિતિની નજીકના સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આખરે અમને સૂચના આપવામાં આવી છે કે, જો હાલની પરિસ્થિતિમાં ઓલિમ્પિક સ્થગિત કરવા પડે તો ત્યાર બાદ તેનું ક્યારે અને કેવી રીતે આયોજન કરવું તે અંગેની રૃપરેખા તૈયાર કરી રાખો.

તેમણે ઊમેર્યું કે, અમે હાલના તબક્કે જુદા-જુદા વૈકલ્પિક આયોજન વિશે વિચારી રહ્યા છીએ. જુદા-જુદા મહિનાઓની કઈ તારીખો દરમિયાન ઓલિમ્પિકનું આયોજન કરી શકાય તે અંગેના પ્લાન ઘડી રહ્યા છે. અત્યાર સુધી જાપાન સરકાર અને ટોકિયો ઓલિમ્પિકની આયોજન સમિતિ તેમજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પણ ભારે મક્કમતા સાથે તારીખ ૨૪મી જુલાઈથી જ ઓલિમ્પિક રમાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

જોકે, કોરોનાના કારણે વિશ્વભરના ખેલાડીઓને તૈયારીની તકો મળી ન હોવાથી તેઓ પરેશાન છે. નોર્વે અને બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિઓએ પણ ઓલિમ્પિકને સ્થગિત કરવા જોઈએ તેવી સલાહ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને આપી છે. અમેરિકાના ટ્રેક એન્ડ ફિલ્ડ સંઘ, અમેરિકી સ્વિમિંગ ફેડરેશન તો ઓલિમ્પિકને સ્થગિત કરવા માગ કરી ચૂક્યા છે. 

જાપાન ઓલિમ્પિક સંઘે હાલની આઇઓસીની વેઈટ એન્ડ વોચના નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતુ કે, આઇઓસી આ પ્રકારનું વલણ દાખવીને ખેલાડીઓના સ્વાસ્થ્યની સાથે ચેડાં કરી રહ્યું છે. યુકે એથ્લેટિક્સના ચેરમેન નીક કોવાર્ડે કહ્યું કે, આઇઓસીએ હાલમાં જે પ્રકારે યથા સ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે,તેનાથી તનાવની સ્થિતિ સર્જાઈ છે. 

ગ્લોબલ એથ્લીટ્સ ગ્રૂપે પણ ઓલિમ્પિક સ્થગિત કરવા માંગણી કરી

ટોકિયો : ઓલિમ્પિકમાં ભાગ લેવા માટેનાઆશાસ્પદ એથ્લીટ્સના વૈશ્વિક સંગઠન – ગ્લોબલ એથ્લીટ્સ ગ્રૂપે પણ ટોકિયો ઓલિમ્પિકને સ્થગિત કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, હાલ જે પ્રકારે વિશ્વ કોવિડ-૧૯ (કોરોના વાઈરસ)નો સામનો કરવા માટે એક થયું છે ત્યારે આઇઓસીએ પણ ગેમ્સને સ્થગિત કરવા જોઈએ.

Read Also

Related posts

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!