GSTV

T20 World Cup: ઈન્ઝમામે ભારતને ગણાવ્યું ટ્રોફીનું પ્રબળ દાવેદાર, પાકિસ્તાન સામેની મેચને લઈને કહી આ વાત

Last Updated on October 21, 2021 by Pritesh Mehta

T20 World Cup 2021માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે. બંને દેશોના ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમ્યાન પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈન્ઝમામ ઉલ હકએ ભારતને T20 World Cupની ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. ઈન્ઝમામનું માનવું છે કે યુએઈની પરિસ્થિતિઓ ઉપમહાદ્વીપ જેવી જ છે એવામાં વિરાટ કોહલીની કપ્તાની વળી ભારતીય ટીમના ચાન્સ ઘણા જ વધુ છે.

T20

T20 વિશ્વ કપ માટે ભારત પ્રબળ દાવેદાર

ઈન્ઝમામ ફૂલ હકે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, “ભારતે ઓસ્ટ્રેલિયા સામે સરળતાથી પોતાની વોર્મઅપ મેચ જીતી લીધી. ઉપમહાદ્વીપની આવી પીચ પર ભારત દુનિયાની સૌથી ખતરનાક T20 ટીમ છે. તેમણે 155 રનનો લક્ષ્યાંક સરળતાથી છેજ કરી લીધો અને વિરાટ કોહલીએ ક્રિઝ પર આવવાની જ જરૂર ન પડી. કોઈપણ ટુર્નામેન્ટમાં આ ન કહી શકાય કે આ ટીમ ટ્રોફી જીતશે. મારુ માનવું છે કે T20 વિશ્વ કપમાં અન્ય ટીમોની સરખામણીમાં ભારતીય ટીમના જીતવાના ચાન્સ વધુ છે ખાસ કરીને આ પરિસ્થિતિઓમાં.

ઈન્ઝમામે આગળ જણાવ્યું કે, ભારત પાસે અભુભાવી ખેલાડીઓ છે. બેટિંગની સાથે સાથે તેમની બોલિંગ પણ મજબૂત છે. જેમ જેમ મેચીસ થશે તેમ તેમ યુએઈની પીચ સ્પિનર્સ માટે અનુકૂળ થઇ જશે. એવામાં ભારત પાસે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ છે. સાથે જ ભારતીય બેટ્સમેન સ્પિનને સારી રીતે રમે છે.

ભારત-પાકિસ્તાનની મેચને લઈને ઈન્ઝમામે કહ્યું, ’24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર મેચ ફાઇનલ પહેલાની ફાઇનલ મેચ છે. કોઈપણ અન્ય મેચને આ પ્રકારની હાઇપ નથી મળતી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાને એક બીજાનો સામનો કરીને ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી અને અંત પણ બંને એ જ કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વવચ્ચે થયેલ બંને મેચ ફાઇનલ જેવા જ હતા. એવામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ જીતનાર ટીમનું મનોબળ આપોઆપ વધી જશે અને તેમના પરથી 50% પ્રેશર પણ હટી જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!