GSTV
Home » News » INX મીડિયા કેસ: ચિદમ્બરમની મુશ્કેલીઓમાં થયો વધારો, 24 સુધી EDની કસ્ટડીમાં રહેશે

INX મીડિયા કેસ: ચિદમ્બરમની મુશ્કેલીઓમાં થયો વધારો, 24 સુધી EDની કસ્ટડીમાં રહેશે

પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. આઈએનએક્સ મીડિયા મામલામાં ઈડીને 24 નવેમ્બર સુધી તેમની ન્યાયિક કસ્ટડી મળી ગઈ છે. તેના સિવાય સીબીઆઈ મામલામાં પણ તેમની ન્યાયિક કસ્ટડી 24 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.

આની પહેલાં સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલાં આ મામલામાં કોર્ટે કસ્ટડી વધારવા માટેની કોઈ તારીખ આપી ન હતી. ન્યાયાધીશ અજયકુમાર કુહારે કહ્યુ હતુ,કસ્ટડી વધારવામાં આવે છે, પરંતુ સીબીઆઈ મામલામાં સુનાવણીની આગામી તારીખ ઈડી મામલામાં સુનાવણી બાદ નક્કી કરવામાં આવશે.   

વિશેષ જજ અજયકુમાર કુહારે ચિદમ્બરમ વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કહ્યું હતું. ઈડીએ ચિદમ્બરમ વિરુદ્ધ આઈએનએક્સ મીડિયા જૂથને 2007-08માં મળેલી વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની અનુમતિની અમિયમિતતા માટે 2017માં પીએમએલએ અંતર્ગત ગુનાહિત કેસ નોંધ્યો હતો.

તે દરમિયાન ચિદમ્બરમ નાણા પ્રધાન હતા અને તેમની પર આરોપ છે કે નિયમો વિરુદ્ધ જઈને આ મંજૂરી આપી હતી. એજન્સીએ ચિદમ્બરમ ઉપર પોતાના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સાથે ગ્રુપનાં પ્રમોટર્સ ઈન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી દ્વારા કથિત રૂપે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.

READ ALSO

Related posts

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કોણીએ લગાવી રહ્યાં છે ગોળ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!