GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

INX કેસમાં પી. ચિદમ્બરને મોટો ઝટકો, 26મી ઓગષ્ટ સુધી રહેવું પડશે જેલમાં

INX મીડિયા કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમને સાંકળતા આ કેસમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને દેશનાં પૂર્વ ગૃહ અને નાણાં મંત્રી પી.ચિદમ્બરમને સીબીઆઇ કોર્ટે પાંચ દિવસનાં રિમાન્ડ પર મોકલવાનો ચુકાદો આપ્યો છે.

મહત્વનું છે કે પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમને સીબીઆઇએ દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતાં. બુધવારે રાત્રે રાજકિય નૌટંકી બાદ સીબીઆઇએ ચિદમ્બરમનાં ઘરની દિવાલ ઠેકીને તેમની ધરપકડ કરી હતી. ગુરૂવારે સીબીઆઇ હેડક્વાર્ટરમાં અંદાજીત 3 કલાક સુધી તેમની પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઇ કોર્ટ પાસે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટીડી માગ કરી હતી.

બન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે આપ્યો ચુકાદો

આઈએનએક્સ મીડિયા ગોટાળા કેસમાં આરોપી પી.ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ચિદમ્બરના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીબીઆઈએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સંભળાવ્યો. ત્યારે ચિદમ્બરમ 26 ઓગસ્ટ સુધી કર્ટડીમાં રહેશે.. ચિદમ્બરમને કોર્ટ રૂમમાંથી જ સીધા વકીલ દરરોજ 30 મિનિટ માટે ચિદમ્બરમને મળી શકશે. તેમના પરિવારજનો પણ દરરોજ માત્ર 30 મિનિટ સુધી મળી શકશે.

કોર્ટરૂમ નાનો પડતા ચિદમ્બરમે કર્યુ વ્યંગ

રાઉજ એવન્યૂ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. સીબીઆઇ જજ પાસે પી.ચિદમ્બરમની પાંચ દિવસનની રિમાન્ડની માગ કરી છે. આ રિમાન્ડ ચિદમ્બરમની પુછપરછ કરવા માટે માગવામાં આવી છે. આ પાંચ દિવસમાં સીબીઆઇ ચિદમ્બરમને અન્ય સાક્ષીઓ અને કેસ સાથે સંકળાયેલા લોકો સાથે મુલાકાત કરાવશે. સીબીઆઇએ પી.ચિદમ્બરમને રાઉજ એવન્યૂ કોર્ટમાં હાજર કરી દીધા છે. ચિદમ્બરમને કોર્ટનાં કઠેડામાં ઉભા કરવામાં આવ્યા છે. કઠેડામાં ઉભા કરાયા બાદ ચિદમ્બરમે કોર્ટ રૂમ નાનો હોવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. માત્ર આટલું જ નહિં પરંતુ તેમને લાગ્યું કે અદાલત થોડી મોટી હશે.

રાઉજ એવન્યૂ કોર્ટમાં પહોંચ્યા બાદ ચિદમ્બરમ પોતાનાં વકીલો સાથે વાતચીત કરવા નજરે પડ્યા હતાં. તેમજ તેમણે સીબીઆઇ દ્વારા કરેલી પુછપરછની માહિતી આપી હતી. જો કે હજુ સુધી કોર્ટની કાર્યવાહી શરૂ થઇ નથી. સોલિસીટર જનરલ તુષાર મહેતાની રાહ જોવામાં આવી રહી છે.

દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં થોડ જ વારમાં પી.ચિદમ્બરમને રજૂ કરવામાં આવશે. અદાલતમાં ચિદમ્બરમનો પરિવાર હાજર છે. વકીલોની પુરી ટીમ પણ ત્યાં જ હાજર છે. ચિદમ્બરમનાં વકીલોમાં અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, વિવેક તન્ખાનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel

એર ચીફ માર્શલની તેજસમાં ભરી ઉડાન, ‘સ્કવૉડ્રન-18’માં સ્વદેશી ફાઈટર જેટને કરાયું શામેલ

pratik shah

લૉન્ચિંગના 16 મિનિટ પહેલા રોકવુ પડ્યુ Space Xનું હ્યુમન સ્પેસ મિશન, હવામાન બન્યુ અડચણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!