GSTV
India News Trending

પી. ચિદમ્બરમ કાર્તિના પિતા હોવાને કારણે કિંગપિન બની ગયા, ગુનો પુત્ર કરે તો જેલમાં પિતા જાય?

આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરને આજે ગુરૂવારે પણ કોઈ રાહત ન મળી અને તેમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેઓ કાર્તિ ચિદમ્બરમની પણ ધરપકડ કરવા માગે છે.

પ્રોટેકશન હટતાં જ કાર્તિની ધરપકડ કરવામાં આવશે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે પી. ચિદમ્બરમ કાર્તિના પિતા હોવાને કારણે કિંગપિન બની ગયા છે. તેઓએ કહ્યું કે પુત્રએ કોઈ ગુનો કર્યો છે તો શું પિતાને જેલમાં મોકલવામાં આવે છે?

સિબ્બલે સવાલ કર્યા કે ઈડી વસિયતનામું રેકોર્ડ પર કેમ ન લાવી? ઈડીએ સુપ્રીમ કોર્ટને સીલકવરમાં બે નોટ આપી છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડીના મામલે ચિદમ્બરમને જામીન આપવામાં આવે કે નહીં.

ઈડી કેસમાં પણ જો સુપ્રીમ કોર્ટ ચિદમ્બરને જામીન આપી દેશે તો તેઓ જેલની બહાર આવી જશે. ચિદમ્બરમ પોલીસ કે જ્યુડિશિયલ કસ્ટડીમાં છેલ્લાં 100 દિવસથી બંધ છે.

READ ALSO

Related posts

વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર

pratikshah

તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી

Padma Patel

શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો

Hina Vaja
GSTV